ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાવવાની તરફેણમાં નથી NCP

મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસને કારણે મુખ્યપ્રધાને અધિકારીઓને લોકડાઉન લાગૂ કરવાની યોજનાને લઈને આદેશ આપ્યો છે પરંતુ સરકારમાં ભાગીદારી પક્ષ NCP લોકડાઉનની તરફેણમાં નથી. NCPના નેતા અને પ્રધાન નવાબ મલિકે કહ્યું કે, અમે લોકડાઉન લાદી શકીએ નહીં, અમે મુખ્ય પ્રધાનને અન્ય વિકલ્પો પર વિચાર કરવા જણાવ્યું છે.

MAHARASHTRA
MAHARASHTRA
author img

By

Published : Mar 30, 2021, 6:49 AM IST

  • લોકડાઉન સમાધાન નથી અન્ય વિકલ્પો પર વિચાર કરવો જોઈએ
  • મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાવવાની તરફેણમાં નથી NCP
  • મહારાષ્ટ્રમાં કોરોનાના 31 હજારથી વધુ કેસો

મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર ઝડપથી વધી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રવિવારે અધિકારીઓને લોકડાઉનનો અમલ કરવાની યોજના તૈયાર કરવા નિર્દેશ આપ્યો હતો. જો કે, મહારાષ્ટ્ર સરકારની ભાગીદાર પાર્ટી NCP લોકડાઉન લાદવાની તરફેણમાં નથી.

લોકડાઉન સમાધાન નથી અન્ય વિકલ્પો પર વિચાર કરવો જોઈએ

NCP નેતા તેમજ પ્રધાન નવાબ મલિકનું કહેવું છે કે, અમે લોકડાઉન ન લગાવી શકીએ, અમે મુખ્યપ્રધાનને અન્ય વિકલ્પો પર વિચાર કરવા કહ્યું છે. તેઓએ કહ્યું છે કે, કોરોનાના વધતા કેસોને કારણે તેઓએ પ્રશાસનને લોકડાઉન માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે પરંતુ લોકો જો નિયમોનું પાલન કરે તો આનાથી બચી શકાય છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ફરી લાગુ થઇ શકે છે લોકડાઉન

લોકડાઉન સમાધાન નથી: ભાજપ

મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે સોમવારે કહ્યું હતું કે, લોકડાઉન કરવાથી કોરોના સંક્રમણની સમસ્યા હલ થશે નહીં. પુણેના પોલીસ કમિશ્નર અમિતાભ ગુપ્તાને મળ્યા બાદ પાટીલે પત્રકારોને જણાવ્યું હતું કે, ફક્ત ભાજપ જ નહીં, અસંગઠિત ક્ષેત્રના તમામ ઉદ્યોગપતિઓ અને કામદારો પણ લોકડાઉનનો વિરોધ કરશે. પાટીલે કહ્યું કે, રાત્રિ કર્ફ્યુ અંગે કોઈ વાંધો નથી, પરંતુ પ્રવૃત્તિઓ દિવસ દરમિયાન ચાલુ રહેવી જોઇએ.

મહારાષ્ટ્રમાં કોરોનાના 31 હજારથી વધુ કેસો

સોમવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 31,643 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ કોરોનાને કારણે 102 લોકોનાં મોત થયાં છે.

મુખ્યપ્રધાને રાજ્યમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી

મુખ્યપ્રધાને વિભાગીય કમિશ્નરો, જિલ્લા કલેકટરો, પોલીસ અધિક્ષક અને મેડિકલ કોલેજના ડીન સાથે રાજ્યમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી. ઠાકરેએ કહ્યું હતું કે, 'હું લોકડાઉન લાગુ કરવાની ઇચ્છા ધરાવતો નથી. પરંતુ, કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની વધતી સંખ્યાને જોતા, હોસ્પિટલોમાં ભીડ થવાની સંભાવના છે.

સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ

રાજ્યમાં સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને ધાર્મિક કાર્યક્રમોના સંગઠન પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ઓડિટોરિયમ અથવા સિનેમા થિયેટર પણ શનિવાર રાતથી બંધ રહેશે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: રાજ્યમાં 28 માર્ચથી નાઇટ કરફ્યૂ લાગૂ કરાશે

રાત્રિ કર્ફ્યૂ દરમિયાન પાંચથી વધુ લોકોને એકઠા થવા દેવામાં આવશે નહીં

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, રાત્રે 8થી સવારે 7 વાગ્યા સુધીમાં પાંચથી વધુ લોકોને એકઠા થવા દેવામાં આવશે નહીં. આ આદેશ 27 માર્ચની મધ્યરાત્રિથી લાગુ થયો છે. ઉલ્લંઘન કરવાથી વ્યક્તિ દીઠ રૂપિયા 1000નો દંડ આવશે.

કોરોનાના વધતા પ્રમાણને કારણે આરોગ્ય સુવિધાઓ ઘટી

મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા પ્રમાણને કારણે આરોગ્ય સુવિધાઓ ઘટી રહી છે. આ જોતાં તેમણે આ સૂચનાઓ આપી છે. મુખ્યપ્રધાને મંત્રાલય અને સરકારી કચેરીઓમાં મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ પણ આપ્યો છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.