ETV Bharat / bharat

Maharashtra Politics: 'અજિત પવાર અમારા નેતા છે, NCPમાં કોઈ ભાગલા નથી' - શરદ પવાર - શરદ પવારનું અજિત પવારને લઈને નિવેદન

મહારાષ્ટ્રના બારામતીમાં શરદ પવારે પોતાની પાર્ટીમાંથી કેટલાક નેતાઓની વિદાય પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અજિત પવાર અમારા નેતા છે, NCPમાં કોઈ ભાગલા નથી.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 25, 2023, 3:32 PM IST

પુણે: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે પુનરોચ્ચાર કર્યો કે તેમના દ્વારા સ્થાપિત પક્ષમાં કોઈ વિભાજન નથી અને તેમના ભત્રીજા અજિત પવાર સહિત કેટલાક નેતાઓએ અલગ વલણ અપનાવ્યું છે. અજિત પવાર અમારા નેતા છે, NCPમાં કોઈ ભાગલા નથી. પાર્ટીમાં વિભાજન કેવી રીતે થાય છે? આવું ત્યારે થાય છે જ્યારે રાષ્ટ્રીય સ્તરે એક મોટું જૂથ પાર્ટીથી અલગ થઈ જાય છે.

  • Maharashtra | There is no conflict that he (Ajit Pawar) is our leader, there is no split in NCP. How does a split happen in a party? It happens when a big group separates from the party at the national level. But there is no such situation in NCP today. Yes, some leaders took a… pic.twitter.com/iTAYEJ9Mub

    — ANI (@ANI) August 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

શરદ પવારનું અજિત પવારને લઈને નિવેદન: અજિત કેમ્પ પર પડદો ઉઠાવતા શરદ પવારે સ્વીકાર્યું કે તેમની પાર્ટીના કેટલાક નેતાઓએ અલગ વલણ લીધું છે પરંતુ ઉમેર્યું કે તેને વિભાજન કહી શકાય નહીં. હા, કેટલાક નેતાઓએ જુદું વલણ અપનાવ્યું પણ તેને ભાગલા ન કહી શકાય. લોકશાહીમાં તેઓ આ કરી શકે છે. પરંતુ NCPમાં આજે એવી કોઈ સ્થિતિ નથી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ની ત્રીજી બેઠક 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાવા જઈ રહી છે.

NCPમાં કોઈ વિભાજન નથી: શરદ પવારની પુત્રી અને બારામતી લોકસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતી સાંસદ સુપ્રિયા સુલેને પણ કહ્યું હતું કે NCPમાં કોઈ વિભાજન નથી. અજિત પવાર હવે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી છે. તેમના કાકા શરદ પવાર દ્વારા સ્થાપવામાં આવેલી પાર્ટી NCPમાં બળવા પછી તેઓ મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના-ભાજપ સરકારમાં જોડાયા હતા.

અજિત પવારનો બળવો: છગન ભુજબળ, હસન મુશ્રીફ, દિલીપ વાલસે પાટીલ અને અદિતિ તટકરે સહિત અન્ય 8 NCP ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા. શરદ પવારના નજીકના અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલ, વરિષ્ઠ નેતા સુનીલ તટકરે તેમના નિર્ણય બાદ અજિત પવારની છાવણીમાં જોડાયા હતા. અજિત પવારના બળવા પછીથી વરિષ્ઠ પવાર પાર્ટીના કાર્યકરો પાસેથી સમર્થન મેળવવા મહારાષ્ટ્રના પ્રવાસે છે.

  1. India Alliance: શું વિપક્ષી ગઠબંધન 'India'માં એકમાત્ર સંયોજક હશે ? જાણો નીતિશ કુમારે શું કહ્યું...
  2. Bihaar News: ચારા કૌભાંડમાં કેન્દ્ર સરકાર 'બિચારા' લાલુ પ્રસાદને હેરાન કરી રહી છેઃ નીતિશ કુમાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.