ETV Bharat / bharat

NCB એ આર્યન ખાન કેસમાં અનન્યા પાંડેની આજે પણ કરાશે પૂછપરછ - Ananya Pandey is a friend of Aryan Khan

ગુરુવારે NCB ની એક ટીમ ચંકી પાંડેની પુત્રી અને અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે પહોંચી હતી. NCB એ ગુરુવારે બપોરે 2 વાગ્યે અનન્યાને પૂછપરછ માટે બોલાવી હતી, પરંતુ અનન્યા હજુ સુધી ઓફિસ પહોંચી નહોતી. હવે અનન્યા પાંડે પૂછપરછ માટે NCB ઓફિસ જવા રવાના થઇ છે. NCB એ પહેલાજ અનન્યાનો ફોન જપ્ત કરી લીધો છે. હાલ આજે શુક્રવારે અનન્યાની પૂછપરછ કરવામાં આવશે.

NCB એ આર્યન ખાન કેસમાં અનન્યા પાંડેની 2 કલાક પૂછપરછ કરી, આવતીકાલે પણ કરશે પૂછપરછ

author img

By

Published : Oct 21, 2021, 9:46 PM IST

Updated : Oct 22, 2021, 6:58 AM IST

  • આર્યન ખાન કેસમાં અનન્યા પાંડેની 2 કલાક પૂછપરછ
  • NCB અનન્યાનો ફોન અને લેપટોપ જપ્ત કરી લીધા
  • અનન્યા પાંડે આર્યન ખાનની મિત્ર છે

ન્યુઝ ડેસ્ક : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) બોલિવૂડમાં ડ્રગ્સ રેકેટ પર ચાંપતી નજર રાખી રહી છે. છેલ્લા બે વર્ષથી NCB ડ્રગ્સ રેકેટનો સતત પર્દાફાશ કરી રહ્યું છે. અહીં ગુરુવારે NCB ની એક ટીમ ચંકી પાંડેની પુત્રી અને અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે પહોંચી હતી. NCB એ ગુરુવારે બપોરે 2 વાગ્યે અનન્યાને પૂછપરછ માટે બોલાવી હતી, પરંતુ અનન્યા નિર્ધારિત સમય સુધીમાં NCB ઓફિસ પહોંચી ન હતી. અનન્યા પાંડે બપોરે 3 વાગ્યા બાદ પૂછપરછ માટે NCB ઓફિસ જવા રવાના થઇ હતી. અનન્યા તેના પિતા ચંકી પાંડે સાથે NCB ઓફિસ પહોંચી હતી. NCB એ આર્યન ખાન કેસમાં અભિનેત્રીની લગભગ બે કલાક સુધી પૂછપરછ કરી હતી, આજે શુક્રવારે સવારે 11 વાગ્યે ફરી પૂછપરછ કરવામાં આવશે. NCB અનન્યાનો ફોન અને લેપટોપ જપ્ત કરી ચૂકી છે.

મહિલા NCB અધિકારીઓ વચ્ચે અનન્યા પાંડેની પૂછપરછ કરવામાં આવી

NCB ના ઝોનલ ઓફિસર સમીર વાનખેડે એ અનન્યા પાંડેની પૂછપરછ કરી હતી. મહિલા NCB અધિકારીઓ વચ્ચે અનન્યા પાંડેની પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન અભિનેત્રીના પિતા ચંકી પાંડે પણ NCB ઓફિસમાં હાજર હતા. તે જ સમયે, અનન્યા પાંડેએ તેની ટીમને સૂચના આપી છે કે તે આગામી કેટલાક દિવસો સુધી શૂટિંગ નહીં કરે. તે જ સમયે, અનન્યાને મોકલવામાં આવેલા સમન્સ પર, NCB DDG અશોક મુથાએ કહ્યું, 'ગુરુવારે સવારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, અમે સમન્સ મોકલ્યા છે અને પ્રક્રિયા મુજબ કામ કરી રહ્યા છીએ. આ વિશે વધુ કહી શકાય નહીં.

NCB ની ટીમ શાહરૂખના ઘરે પહોંચી અને ડ્રગ્સ કેસમાં ઘરની તપાસ કરી

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની ટીમ ગુરુવારે ક્રુઝ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના ઘર 'મન્નત' પર પહોંચી છે. આ પહેલા શાહરૂખ ખાન તેના પુત્ર આર્યન ખાનને મળવા ગયો હતો, જે ડ્રગના કેસમાં 17 દિવસ સુધી મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ હતો. આ પછી, NCB ની ટીમ શાહરૂખના ઘરે પહોંચી અને ડ્રગ્સ કેસમાં ઘરની તપાસ કરી હતી.

અનન્યા પાંડે આર્યન ખાનની મિત્ર છે

અનન્યા પાંડે અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની મિત્ર છે. અનન્યા પાંડે સાથે ડ્રગ્સ ચેટમાં આર્યન ખાનની બહેન સુહાનાનું નામ ઉમેરવામાં આવી રહ્યું છે. બુધવારે NCB એ આર્યન ખાનની ચેટ અંગે ખુલાસો કર્યો હતો. આ ચેટમાં એક અભિનેત્રીનું નામ હોવાની વાત કરવામાં આવી હતી. આ કથિત ચેટમાં ડ્રગ્સ વિશે વાત કરવામાં આવી હતી. ચેટના આધારે NCB એ આરોપીના રિમાન્ડ વધાર્યા છે. હવે ચેટમાંથી પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે કે શું આર્યન ખાનની ચેટ અનન્યા પાંડે સાથે સંબંધિત છે.

આ પણ વાંચો : અભિનેતા ચંકી પાંડે અને પુત્રી અનન્યા પાંડેના NCB સમક્ષ હાજર

આ પણ વાંચો : Drugs Case: આર્યન ખાનની ન્યાયિક હિરાસત 30 ઑક્ટોબર સુધી લંબાવાઇ

Last Updated : Oct 22, 2021, 6:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.