ETV Bharat / bharat

SBI સિવાય તમામ જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ અંગે સલાહ - government bank privatization

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને (State Bank of India) બાદ કરતા સરકારને અન્ય તમામ જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ (Bank Privatisation) કરવાની સલાહ આપવામાં આવી છે. જાણો કોણે બેંકોના ખાનગીકરણની સલાહ આપી છે.

SBI સિવાય તમામ જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ અંગે સલાહ

author img

By

Published : Jul 13, 2022, 8:14 AM IST

નવી દિલ્હી: નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચએ (NCAER) સરકારને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (State Bank of India) સિવાય તમામ જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ કરવાનું સૂચન કર્યું છે. રિપોર્ટ અનુસાર, છેલ્લા એક દાયકા દરમિયાન SBI સિવાય મોટાભાગની જાહેર ક્ષેત્રની બેંકો ખાનગી બેંકો કરતા પાછળ રહી ગઈ છે.

આ પણ વાંચો: હવે ઈન્ટરનેશનલ ઈમ્પોર્ટ-એક્સપોર્ટનું પેમેન્ટ રૂપિયામાં થશે, બેંકોને અપાઈ સૂચના

ખાનગી બેંકોનો બજારહિસ્સો વધ્યો : NCAERના ડાયરેક્ટર જનરલ અને વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય પૂનમ ગુપ્તા અને નીતિ આયોગના ભૂતપૂર્વ વાઈસ-ચેરમેન અને અર્થશાસ્ત્રી અરવિંદ પનાગરિયા દ્વારા લખાયેલ અહેવાલમાં જણાવાયું છે કે, PSBs એ તેમના ખાનગી ક્ષેત્રના સમકક્ષો કરતાં સંપત્તિ અને ઈક્વિટી પર ઓછું વળતર દર્શાવ્યું છે. અરવિંદ પનાગરિયા અને NCAER પૂનમ ગુપ્તાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ખાનગી બેંકો જાહેર ક્ષેત્રની બેંકો કરતા વધુ સારા વિકલ્પ તરીકે ઉભરી આવી છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ખાનગી બેંકોનો બજારહિસ્સો વધ્યો છે અને તેઓ જાહેર ક્ષેત્રની બેંકો કરતા વધુ સારા વિકલ્પ તરીકે ઉભરી આવ્યા છે.

સાર્વજનિક ક્ષેત્રની બેંકોનો નબળો અહેવાલ : સમાચાર મુજબ, NCAER રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે, સરકારી બેંકો થાપણો અને લોન બંનેમાં ખાનગી બેંકોની સામે પછાત સાબિત થઈ છે. 2014-15 થી, બેંકિંગ ક્ષેત્રમાં વૃદ્ધિની લગભગ સમગ્ર જવાબદારી ખાનગી બેંકો અને SBI ના ખભા પર રહે છે. અહેવાલમાં જણાવાયું છે કે છેલ્લા 10 વર્ષ દરમિયાન તેમની કામગીરીને વધારવાના હેતુથી અનેક નીતિગત પહેલો હોવા છતાં, જાહેર ક્ષેત્રની બેંકો સતત ખરાબ પ્રદર્શન કરી રહી છે.

ખાનગી બેંકો કરતા જાહેર ક્ષેત્રની બેંકોમાં વધુ બેડ લોન : ખાનગી બેંકોની સરખામણીમાં જાહેર ક્ષેત્રની બેંકોની નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA)માં વધારો થયો છે. સરકારે પણ 2010-11 અને 2020-21 વચ્ચે PSBsમાં 65.67 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે જેથી તેઓને બેડ લોન કટોકટીનો સામનો કરવામાં મદદ મળી શકે. SBI સિવાય PSBsનું માર્કેટ વેલ્યુએશન ઘણું નીચું રહ્યું છે. SBI ને બાદ કરતા PSBsનું માર્કેટ કેપ ડોલર 43.04 બિલિયનની પુનઃમૂડીકરણની રકમ સામે ડોલર 30.78 બિલિયન આસપાસ છે.

આ પણ વાંચો: Share Market India: સતત બીજા દિવસે શેરબજારની નબળી શરૂઆત

ખાનગી બેંકો આગળ વધી રહી છે : અહેવાલમાં જણાવાયું છે કે, 2014-15 થી, ફક્ત ખાનગી બેંકો બેંકિંગ ક્ષેત્રમાં વધુ સારું પ્રદર્શન કરી રહી છે. જાહેર ક્ષેત્રની બેંકમાં માત્ર SBI જ સારું પ્રદર્શન કરી રહી છે. સરકાર દ્વારા અનેક પગલાં લેવા છતાં સરકારી બેંકો પછાત થઈ ગઈ છે. નોંધનીય છે કે, સરકારે જાહેર ક્ષેત્રની બેંકોને મર્જ કરીને તેમની સંખ્યા 27 થી ઘટાડીને 12 કરી દીધી છે. NPAની કટોકટીનો સામનો કરવા માટે, સરકારે 2010-11 અને 2020-21 વચ્ચે જાહેર ક્ષેત્રની બેંકોમાં ડોલર 65.67 બિલિયનનું રોકાણ કર્યું છે, તેમ છતાં તેની NPA ઊંચી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.