ETV Bharat / bharat

Naxal Attack On Railway Track : ઝારખંડમાં રેલવે ટ્રેક પર માઓવાદીઓએ કર્યો બ્લાસ્ટ, અનેક ટ્રેનોને થઇ અસર

author img

By

Published : Jan 27, 2022, 10:26 AM IST

ગિરિડીહમાં નક્સલવાદીઓએ હંગામો (Naxal Attack On Railway Track) મચાવ્યો છે. બંધ દરમિયાન નક્સલવાદીઓએ રેલવે ટ્રેકને જ ઉડાવી દીધો હતો. આ ઘટના ગયા-ધનબાદ રેલવે સેક્શન પર બની છે. પોલીસે વિસ્તારમાં સર્ચ ઓપરેશન (Police conducted a search operation) હાથ ધર્યું છે.

Naxal Attack On Railway Track : ઝારખંડમાં રેલવે ટ્રેક પર માઓવાદીઓએ કર્યો બ્લાસ્ટ, અનેક ટ્રેનોને થઇ અસર
Naxal Attack On Railway Track : ઝારખંડમાં રેલવે ટ્રેક પર માઓવાદીઓએ કર્યો બ્લાસ્ટ, અનેક ટ્રેનોને થઇ અસર

ગિરિડીહઃ ઝારખંડમાં બંધના એલાનના એક કલાક પહેલા જ નક્સલવાદીઓએ હંગામો (Naxal Attack On Railway Track) મચાવ્યો છે. નક્સલવાદીઓએ ગયા-ધનબાદ થઈને નવી દિલ્હીથી હાવડા જતા રેલવે વિભાગને નિશાન (Naxalites targeted railway department) બનાવ્યું છે. આ રેલ્વે વિભાગમાં ઝારખંડના ગિરિડીહ જિલ્લાના સરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ચિચકી અને ચૌધરી ડેમની વચ્ચે અપ અને ડાઉન ટ્રેક પર વિસ્ફોટ થયો છે.

રૂટ પર ટ્રેનોનું સંચાલન ખોરવાયું

વિસ્ફોટથી ટ્રેકને નુકસાન (Damage to track from explosion) થયું છે અને રૂટ પર ટ્રેનોનું સંચાલન (Disruption of trains on route) ખોરવાઈ ગયું છે. કહેવાય છે કે બપોરે લગભગ 12:15 વાગ્યે નક્સલવાદીઓની ટીમ આ વિસ્તારમાં પહોંચી અને વિસ્ફોટ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના પોલ નંબર 334/13 અને 14 વચ્ચે બની છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ ગિરિડીહ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

આ પણ વાંચો: નક્સલીઓએ બિછાવેલી મોતની સુરંગને સુરક્ષાદળોએ નિષ્ક્રિય કરી

પોલીસ અને CRPF દ્વારા આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન

બીજી તરફ આ ઘટના બાદથી ગંગા દામોદર, લોકમાન્ય તિલક એક્સપ્રેસ સહિતની ઘણી ટ્રેનો વિવિધ સ્ટેશનો પર થોભી ગઈ છે. જ્યારે સ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસો તાત્કાલિક શરૂ કરી દેવામાં આવ્યા છે. પોલીસ અને CRPF દ્વારા આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ ચલાવવામાં આવી રહ્યું છે. નક્સલવાદીઓના હુમલા બાદ ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે અને કેટલીક ટ્રેનો કેન્સલ પણ કરવામાં આવી છે. જે ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.

પ્રશાંત-શીલાની મુક્તિની માંગ કરી રહ્યા છે નક્સલવાદીઓ

નક્સલવાદી સંગઠન CPI-માઓવાદીના ટોચના નેતા પ્રશાંત બોઝ અને તેમની પત્ની શીલા દીની ધરપકડ બાદથી નક્સલવાદી સંગઠનો નારાજ છે. નક્સલવાદી સંગઠન દ્વારા ધરપકડ બાદ તેને બે વખત બંધ કરવામાં આવ્યો છે. આ વખતે, 21 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી, બંનેની મુક્તિની માંગ માટે પ્રતિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: છત્તીસગઢ એટેક: સુરક્ષા દળો પર 400 નક્સલવાદીઓએ કર્યો હતો હુમલો

ગિરિડીહના ખુકરા અને મધુબનમાં મોબાઈલ ટાવર ઉડાવી દેવામાં આવ્યા

ગિરિડીહના ખુકરા અને મધુબનમાં મોબાઈલ ટાવર ઉડાવી દેવામાં આવ્યા હતા. જ્યારે ડુમરીમાં નુરાંગો પાસે બરાકર નદી પરનો પુલ ઉડી ગયો હતો, ત્યારે ગિરિડીહને અડીને આવેલા બિશનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોબાઈલ ટાવરને ઉડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે અનેક જગ્યાએ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.