ETV Bharat / bharat

નક્સલવાદીઓએ બીજાપુરના પાલનારથી અપહરણ કરાયેલા ASI મુરલી તાતીની હત્યા કરી - પાલનાર ન્યૂઝ

નક્સલવાદીઓએ બીજાપુરમાં ફરી એક વખત પોતાનો ક્રૂર ચહેરો બતાવ્યો છે. નક્સલવાદીઓએ પાલનારથી અપહરણ કરાયેલા ASI મુરલી તાતીની હત્યા કરી છે. હત્યા બાદ મૃતદેહને પુલસુમ પરા નજીક રસ્તા પર ફેંકી દેવામાં આવ્યો છે. નક્સલવાદીઓએ મૃતદેહ સાથે ફોર્મ પણ ફેંકી દીધું છે.

ASI Murali Tati
ASI Murali Tati
author img

By

Published : Apr 24, 2021, 10:30 AM IST

  • ASI મુરલી તાતીની નક્સલીઓએ હત્યા કરી
  • પાલનારથી ASI મુરલી તાતીનું અપહરણ કરાયું હતું
  • અપહરણ બાદ તે નક્સલીઓ સાથે ત્રણ દિવસ ફરતા રહ્યા હતા

છત્તીસગઢ: ગંગલૂર પોલીસ સ્ટેશન વિસ્તારના પાલનારથી અપહરણ કરાયેલા ASI મુરલી તાતીની નક્સલીઓએ હત્યા કરી છે. અપહરણના ત્રણ દિવસ બાદ નક્સલીઓએ મુરલી તાતીની હત્યા કરી હતી અને મૃતદેહને રસ્તા પર ફેંકી દીધો હતો. 21મી એપ્રિલે ગંગાલુરના પાલનારથી નક્સલવાદીઓ દ્વારા ASI મુરલી તાતીનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ બાદ તે નક્સલીઓ સાથે ત્રણ દિવસ ફરતા રહ્યા હતા. જે બાદ જાહેર અદાલત રચીને જવાનની હત્યા કરાઈ હતી.

હત્યા કર્યા બાદ મૃતદેહને પુલસુમ પરા નજીકના રસ્તા પર એક જ વસ્તુની જેમ ફેંકી દીધો

નક્સલવાદીઓએ મૃત શરીરની પાસે એક પત્રિકા ફેંકી દીધી છે. જેમાં ASI પર નક્સલવાદીઓનો આરોપ છે કે, તે DRGમાં રહીને, એડેસ્મેટા, પાલનાર, મુગવેન્દીમાં 2006થી ગામ લોકોની હત્યા કરી રહ્યા છે. નક્સલવાદીઓએ મુરલી તાતી પર એક એન્કાઉન્ટરમાં PLGના લોકોની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. ASI તાતીની હત્યા કર્યા બાદ મૃતદેહને પુલસુમ પરા નજીકના રસ્તા પર એક જ વસ્તુની જેમ ફેંકી દેવામાં આવ્યો છે.

મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો છે

સુરક્ષા દળોએ મૃતદેહને લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. જવાન આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. અગાઉ ઘણી સામાજિક સંસ્થાઓએ મુરલી તાતીને મુક્ત કરવાની માગ કરી હતી. જવાનની પત્ની પણ નક્સલવાદીઓને અપીલ કરી રહી હતી કે, તે તેના પતિને છોડી દે, પરંતુ નક્સલીઓએ જવાનને મારી નાખ્યો છે.

આ પણ વાંચો : છત્તીસગઢ નકસલી હુમલામાં શહીદ થયેલા જવાનોને જેતપુરમાં ABVP દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ

સમાજના લોકોએ પણ જવાનને મુક્ત કરવાની માગ કરી હતી

શુક્રવારે જ ગોંડવાના સમાજ પણ મુરલી તાતીની મુક્તિ માટે આગળ આવ્યો હતો. ગોંડવાના સમાજ સંકલન સમિતિના જિલ્લા એકમએ જણાવ્યું હતું કે, ASIને નાના- નાના બાળકો છે અને તેમની તબિયત પણ સારી નથી. તેથી નક્સલવાદીઓ તેમને મુક્ત કરી દે. અગાઉ, મુરલી તાતીની પત્નીએ તેમની તબીયત અને બાળકોને લઈને તેમની મુક્તિ માટે અપીલ કરી હતી. સામાજિક કાર્યકરો, પત્રકારો અને ગ્રામજનો પણ ASI મુરલીને મુક્ત કરાવવાની કોશિશ કરી રહ્યા હતા.

આ પણ વાંચો : છત્તીસગઢના બીજાપુરમાં નક્સલિયોએ સહાયક સબ-ઇન્સપેક્ટરનું કર્યું આપહરણ

મુક્ત થવાના સમાચાર પણ હતા

અગાઉ પણ એવું જણાવવામાં આવી રહ્યું હતું કે, નક્સલવાદીઓ જન અદાલતમાં નિર્ણય લઈને ASI મુરલી તાતીને મુક્ત કરી શકશે. જોકે છૂટા થવા અંગે નક્સલવાદીઓ તરફથી કોઈ માહિતી મળી નથી. પ્રકાશન માટે જન અદાલત સ્થાપવાની સત્તાવાર પુષ્ટિ પણ નહોતી. આ દરમિયાન નક્સલીઓએ ફરી એક વખત પોતાનો ક્રૂર ચહેરો બતાવ્યો અને મુરલી તાતીની હત્યા કરી દીધી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.