- છત્તીસગઢમાં ફરી ITBP ના જવાનો પર હુમલો
- પેટ્રોલિંગ સમયે નિકળેલા સૈનિકો પર નક્સલીઓનો હુમલો
- હુમલામાં ITBP ના 2 જવાનો થયા શહિદ
નારાયણપુર ( છત્તીસગઢ): નારાયણપુરમાં ITBP ના જવાનો દ્વારા પેટ્રોલિંગ સમયે નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં મદદનીશ કમાન્ડન્ટ સહિત 2 જવાનો શહીદ થયા હતા. જવાનો પર મીટ માંડીને બેસી કડેમેટા અને કાડેનાર કેમ્પો વચ્ચે સર્ચિંગ માટે નીકળેલા સૈનિકો પર નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો. બસ્તરના IG સુંદરરાજ પીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.
આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને આજે લાવવામાં આવી શકે છે ભારત, વિદેશપ્રધાને કરી ચર્ચા
નક્સલીઓ હથિયારો લઈને ભાગ્યા
નક્સલવાદીઓના હુમલામાં ITBP ના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સહિત 2 જવાનો શહીદ થયા છે. નક્સલવાદીઓએ જવાનો પાસેથી એક એકે -47 હથિયાર, 2 બુલેટપ્રૂફ જેકેટ અને વોકી ટોકી પણ લૂંટી લીધા છે. મળતી માહિતી મુજબ પોલીસની ટીમ નારાયણપુર અને બારસૂર માર્ગમાં ખુલતા રસ્તા પર નીકળી હતી. આ દરમિયાન, લાલ આતંકના નક્સલીઓએ જવાનો પર હુમલો કર્યો હતો. આ એન્કાઉન્ટરમાં ITBP ના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સુધાકર શિંદે સહિત 2 જવાનો શહીદ થયા હતા.
આ પણ વાંચો: બુર્કિના ફાસોમાં આંતકવાદી હુમલો, 30 નાગરિકો સહિત 47 લોકોના મોત
અચાનક હુમલો કરીને ગોળીબાર કર્યો
બસ્તરના IG સુંદરરાજ પીએ જણાવ્યું હતું કે, નારાયણપુરમાં સર્ચિંગમાં નીકળેલા સૈનિકો પર નક્સલવાદીઓએ અચાનક હુમલો કરીને ગોળીબાર કર્યો છે. નક્સલવાદી હુમલાના શહીદ ITBP 45 બટાલિયનના ASI ગુરમુખ સિંહ અને ASI સુધાકર શિંદે શામેલ હતા. સૈનિકો પર કડેમેટા કેમ્પથી માત્ર 600 મીટરના અંતરે હુમલો કરવામાં આવ્યો હતો.