ETV Bharat / bharat

છત્તીસગઢમાં નક્સલીઓએ જવાનોની બસ પર કર્યો હુમલો, 5 સૈનિકો શહીદ

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં નક્સલવાદીઓએ DRG જવાનોની બસને નિશાન બનાવી હતી. નક્સલવાદીઓએ સુરંગમાં વિસ્ફોટ કરતાં 5 સૈનિકો શહીદ થયા હતા. જ્યારે, અન્ય જવાનો ઇજાગ્રસ્ત થયા છે.

છત્તીસગઢમાં નક્સલીઓએ જવાનોની બસ પર કર્યો હુમલો

author img

By

Published : Mar 24, 2021, 7:50 AM IST

  • હુમલામાં 5 જવાનો શહીદ થયા હતા. જ્યારે, આશરે 19 જવાન ઇજાગ્રસ્ત
  • બ્લાસ્ટ થયેલી બસમાં 25થી વધુ DRG જવાન સવાર હતા
  • નક્સલિઓએ વિસ્ફોટ માટે 50 કિલોથી વધુનો દારૂગોળો ઉપયોગ કર્યો

રાયપુર: નક્સલીઓએ કડેનાર અને કન્હારગાંવની વચ્ચે મરોડા ગામ નજીક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. સૈનિકોથી ભરેલી બસ નક્સલી પ્લાન્ટના IEDની ઝપેટમાં આવી ગઈ હતી. આથી, આ હુમલામાં 5 જવાનો શહીદ થયા હતા. જ્યારે, આશરે 19 જવાન ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત સૈનિકોને ધૌડાઇના આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર બાદ નારાયણપુર જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ગંભીર રીતે ઇજાગ્રસ્ત 7 જવાનોને હેલિકોપ્ટર દ્વારા રાયપુર લાવવામાં આવ્યા હતા.

શહીદ થનારા જવાનો

શહીદ થનારા જવાનોમાં મુખ્ય કોન્સ્ટેબલ પવન માંડવી, જયલાલ ઉઇકે, કોન્સ્ટેબલ કેવક સલામ, કોન્સ્ટેબલ ડ્રાઈવર કરણ દેહરી અને સહાયક કોન્સ્ટેબલ વિજય પટેલનો સમાવેશ થાય છે. બસમાં 25થી વધુ DRG જવાન સવાર હતા.

આ પણ વાંચો: મણિપુરમાં સેના પર ઉગ્રવાદીઓનો હુમલો, 3 જવાનો શહીદ, 6 ઈજાગ્રસ્ત

સૈનિકોથી ભરેલી બસ ID બ્લાસ્ટના ઝપેટ

DG અશોક જુનેજાએ જણાવ્યું હતું કે, દાંતીવાડા-નારાયણપુરમાં નક્સલવાદના વિરોધનું અભિયાન ચાલી રહ્યું છે. મંગળવારે સાંજે 4:15 વાગ્યે DRGની ટુકડી નારાયણપુર કેમ્પ તરફ પરત ફરી રહી હતી. ત્યારે, કડેનાર અને કન્હારગાંવની વચ્ચે મરોડા ગામ નજીક 3 ID બ્લાસ્ટ થયો હતો. સૈનિકોથી ભરેલી બસ ID બ્લાસ્ટના ઝપેટમાં આવતા બસ સીધી પુલ નીચે પડી ગઈ હતી. આ હુમલામાં 3 સૈનિકો સ્થળ પર જ શહીદ થયા હતા. ત્યારબાદ, હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા વધુ 2 જવાનો સારવાર દરમિયાન શહીદ થયા હતા. હાલ, 3 જવાનોની હાલત વધુ ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે.

3 IED બ્લાસ્ટ, 50 કિલો જેટલો દારૂગોળો વપરાયો

બસ્તર રેન્જના IGએ જણાવ્યું હતું કે, DRG (ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ) ના તમામ કર્મીઓ કડેનર વિસ્તારમાં શોધખોળ કર્યા બાદ પરત ફરી રહ્યા હતા. ત્યારબાદ, નક્સલવાદીઓએ કાચા રસ્તા પર બ્લાસ્ટ કર્યો હતો. નક્સલિઓએ વિસ્ફોટ માટે 50 કિલોથી વધુનો દારૂગોળો ઉપયોગ કર્યો હતો. બ્લાસ્ટ થયેલા વિસ્તારમાં 4 ફિટ ક્રેટર હોવાને કારણે બસના પતરા ઉડી ગયા હતા.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીર: સુરક્ષા દળોના કાફલા પર આતંકવાદી હુમલો, ત્રણ જવાનો શહીદ

રાજ્યપાલે દુ:ખ વ્યક્ત કર્યું

રાજ્યપાલ અનુસૈયા ઉઇકે નારાયણપુર નક્સલવાદી હુમલામાં શહીદ થયેલા જવાનો પ્રત્યે પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, શહીદ જવાનોના પરિવારજનોને સાંત્વના અને ઘાયલ સૈનિકોની તબિયત જલ્દીથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.