- ફડણવીસના આરોપો પર નવાબ મલિકનો જવાબ
- મલિકે કહ્યું- ફડણવીસને માહિતી આપનારા કાચા ખેલાડી
- આવતીકાલે સવારે 10 વાગ્યે ફડણવીસની અંડરવર્લ્ડ રમતનો ખરશે ખુલાસો
મુંબઈઃ મુંબઈ ડ્રગ્સ કેસમાં મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government)અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારના પ્રધાન નવાબ મલિકે (Nawab Malik) આ મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, “આજ સુધી કોઈએ અમારા પર આવા આરોપો લગાવ્યા નથી. તમને માહિતી આપતા લોકો કાચા ખેલાડીઓ છે. આવતીકાલે સવારે 10 વાગ્યે હું દેવેન્દ્ર ફડણવીસની અંડરવર્લ્ડ રમતનો ખુલાસો કરીશ."
દેવેન્દ્ર ફડવીસનો બોમ્બ તો ફૂટ્યો જ નહીં: મલિક
નવાબ મલિકે કહ્યું છે કે, "દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, દિવાળી પછી ફટાકડા ફૂટશે." નવાબ મલિકે કહ્યું કે, "મારા પર 62 વર્ષના જીવનમાં અથવા જનપ્રતિનિધિ તરીકે ક્યારેય કોઈએ આક્ષેપો કર્યા નથી. તમને (દેવેન્દ્ર ફડણવીસ) માહિતી આપતા લોકો કાચા ખેલાડીઓ છો. આવતીકાલે સવારે 10 વાગ્યે દેવેન્દ્રની અંડરવર્લ્ડની રમત શું છે તેની માહિતી આપીશ. દેવેન્દ્ર, તારો બોમ્બ તો ફૂટ્યો જ નથી. હવે નવાબ મલિક બોમ્બ નહીં, હાઈડ્રોજન બોમ્બ ફેંકશે. આવતીકાલ સુધી રાહ જુઓ."
બોમ્બ વિસ્ફોટના આરોપીઓ સાથે સંબંધ હોવાનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું
તેમણે કહ્યું કે, નવાબ મલિકના બોમ્બ વિસ્ફોટોના આરોપીઓ સાથે સંબંધ હોવાનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું. આજે એક જગ્યાને લઇને તમે લોકોની સામે કેટલાક કાગળો રાખ્યા કે, અમે 1.5 લાખ ફૂટ જમીન મફતના ભાવે માફિયાઓ મારફતે ખરીદી."
આ પણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસનો આરોપ- નવાબ મલિકનો અંડરવર્લ્ડ સાથે સંપર્ક...
આ પણ વાંચો: રાફેલ કૌભાંડ પર ભાજપે કહ્યું- સત્ય આવ્યું સામે, 2013 પહેલા 65 કરોડની આપી લાંચ