- નવાબ મલિક વિરુધ્ધ દાખલ કરાઈ યાચિકા
- નિલોફરે ટ્વિટર પર NCB અધિકારી વિરુદ્ધ દસ્તાવેજો કરાયા શેર
- સમીર વાનખેડાએ કર્યો નિકાહ
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારના પ્રધાન NCP નેતા નવાબ મલિક (Navab Malik) દ્વારા નારકોટિસ કંટ્રોલ ઓફ બયૂરો (Narotics Control of Beauro) અધિકારી સમીર વાનખેડા વિશે વધુ એક બીજુ ટ્વિટર કરવામાં આવ્યું છે. નવાબ મલિક દ્વારા ટ્વિટર કરાયું છે કે આ શેર કરેલી તસવીરમાં ટોપી પહેરેલ વ્યકિત જેનું નામ છે સમીર વાનખેડા છે. તસવીરમાં દેખાય રહ્યું છે કે, તેઓ કોઈ કાગળ પર સહી કરી રહ્યો છે. જેને નિકાહનામાં જણાવાયું છે. મળતી માહિતી અનુસાર, નવાબ મલિકે શેર કરેલ આ ટ્વિટર સમીર વાનખેડેના પિતાની સુનવાઈ પહેલા કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: આજની પ્રેરણા
નવાબ મલિક વિરુધ્ધ હાઈકાર્ટમાં માન-હાનિનો કેસ ઠોક્યો
સમીર વાનખેડેના પિતા દ્વારા કોર્ટમાં માંગ કરાઈ છે કે નવાબ મલિકને પોતાના પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અપમાનજનક નિવેદન આપતા અટકાવો. આ કેસ પર સોમવારે નિર્ણય આવાની પુરે પુરી શક્યતા છે. હાઈકોર્ટ દ્વારા બંને પક્ષને આદેશ અપાયો હતો કે 22મી નવેમ્બર સુધી નવા દસ્તાવેજો રજૂ કરવા નહિ, તેમ છતા વાનખેડેના પિતાએ આ મહિનાની શરૂઆતમાં જ હાઈકોર્ટમાં માનહાનિનો કેસ અગાઉ થી દાખલ કરી ચૂક્યાં હતાં. તે સાથે તેઓએ સવા કરોડના વળતરની પણ માંગ કરાઈ છે.
આ પણ વાંચો: લગ્નના સમાચાર વચ્ચે વિકી કૌશલની નવી ફિલ્મ 'ગોવિંદા નામ મેરા'ની જાહેરાત, જુઓ FIRST LOOK
નિલોફરે ટ્વીટર પર NCB અધિકારી વિરુદ્ધ દસ્તાવેજો કરાયા શેર
અગાઉ સોશિયલ મીડિયા પર, નવાબ મલિકની પુત્રી નિલોફરે તેના ટ્વિટર (Twitter) હેન્ડલ પર વાનખેડેના લગ્નનું કાર્ડ અને પ્રમાણપત્ર શેર કર્યું હતું. તે સાથે NCB અધિકારી વિરુદ્ધ બંને દસ્તાવેજો શેર કરતાં તેણે લખ્યું હતું કે સમીર વાનખેડે અને તેનો પરિવાર પુરાવા હોવા છતાં તેઓ ઈન્કાર કરી રહ્યાં છે. નિલોફર ખાને શેર કરેલા લગ્નના કાર્ડમાં છોકરીનું નામ શબાના અને છોકરાનું નામ સમીર લખ્યું છે. આ કાર્ડમાં સમીર વાનખેડેના પિતાનું નામ દાઉદ અને માતાનું નામ ઝાહિદા વાનખેડે લખવામાં આવ્યું છે.