- મંગળવારથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ
- ભક્તો કરશે તન, મન અને ધનથી માતાની પૂજા
- નવરાત્રિમાં 70 વર્ષ પછી અનેરો સંયોગ
ન્યુઝ ડેસ્કઃ ચૈત્રી નવરાત્રી આવતીકાલે 13 એપ્રિલથી શરૂ થઈ રહી છે. તેમજ 21 એપ્રિલ 2021ના રોજ માતાનું નવમું નોરતુ હશે. આ સાથે જ નવરાત્રીના ઉપવાસ તારીખ 22 એપ્રિલના રોજ હશે.
માતાના આ રૂપોની કરવામાં આવે છે પૂજા
13 એપ્રિલના રોજ સૌથી પહેલા ઘાટ સ્થાપનાની સાથે શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. ઘાટ સ્થાપનાનું ઘણું મહત્વ છે. ઘટ સ્થાપના સમયે પરિવારના બધા સભ્યો માતાની પૂજા કરે છે. વિધિ-વિધાનથી પોતાના ઘરમાં કળશ રાખે છે અને માતાની પૂજા કરે છે. કળશની સ્થાપનાની સાથે તેમા વિવિધ નદીઓના પાણી નાખી અને વાસ્તુ દોષને દુર કરવા માટે ઉપયોગી વસ્તુઓને અર્પણ કરવામાં આવે છે. જેમાં રૂપિયા ઈલાયચી સહિત અન્ય કેટલીય વસ્તુઓ કળશમાં રાખવામાં આવે છે. કળશને નાળિયેર અને કેરીના પાનથી ઢાકવામાં આવે છે, ત્યારબાદ કળશની નજીક માટલામાં તળાવની શુદ્ધ માટી લઈ તેમાં ઘઉં રાખવામાં આવે છે. ઘટ સ્થાપનાના પહેલા જ દિવસથી, તેમાં પાણીનો છંટકાવ કરવામાં આવે છે. આ વિધિને જવારા વાવવાનું કહેવામાં આવે છે. માન્યતા અનુસાર, આ જવારા જેટલા મોટા થશે તેટલી પરિવાર અને દેશ સહિત વિશ્વમાં વધુ સમૃદ્ધિ થશે. આ સાથે જ ભક્તો પ્રથમ દિવસથી જ તન, મન અને ધનથી માતાની પૂજા કરવાનું શરૂ કરે છે.
14 એપ્રિલના રોજ માતા બ્રહ્મચારિણીની પૂજા
ઘાટ સ્થાપનાના બીજા દિવસે બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે પરિવારના બધા સભ્યો સવારે વહેલા ઉઠી સફેદ કપડાં પહેરીને માતાની પૂજા કરે છે. માતાની વિધિ-વિધાન દ્વારા પૂજા કરવામાં આવે તો ચોક્કસ લાભ થાય છે.
15 એપ્રિલના રોજ માતા ચંદ્ર ઘંટાની પૂજા
નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્ર ઘંટાની પૂજા કરવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, એવું કહેવામાં આવે છે કે, માતાનું આ સ્વરૂપ માતા પાર્વતી અને ભગવાન શિવના લગ્ન દરમિયાનનું છે. આ દિવસે પીળા રંગના કપડા અથવા અન્ય પીળા રંગની સામગ્રી માતાને અર્પણ કરવામાં આવે છે. તેનું ખૂબ મહત્વ છે.
આ પણ વાંચોઃ બેચરાજી મંદિરમાં સતત બીજા વર્ષે સાદગીપૂર્ણ રીતે ચૈત્રી નવરાત્રિની ઉજવણી
ચોથા દિવસે માતા કુષ્મંડળની કરાઈ છે પૂજા
નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્મંડળની પૂજા કરવામાં આવે છે. કુષ્માંડા માતા સિંહની સવારી કરે છે. તેમના આઠ હાથ છે. તેમજ કુષ્માંડા માતાને લીલા રંગની સામગ્રી ખૂબ પ્રિય છે. જો પરિવારના સભ્યો લીલા રંગની સામગ્રીથી તેમની પૂજા કરે તો એકદમ લાભ થાય છે.
પાંચમાં દિવસે માતા સ્કંદની પૂજા
નવરાત્રિના પાંચમા દિવસે માતા સ્કંદની પૂજા કરવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, સ્કંદ માતાનું નામ એ માટે આવ્યું કારણ કે, ભગવાન કાર્તિકેયનું એક નામ સ્કંદ છે. આ દિવસે જો માતાને ભૂખરા રંગની વસ્તુ અથવા સામગ્રી અર્પણ કરવામાં આવે છે, તો માતા ખૂબ પ્રસન્ન થાય છે.
છઠ્ઠા દિવસે માતા કાત્યાયની કરાઈ છે પૂજા
છઠ્ઠા દિવસે માતાની પૂજા કાત્યાયનીના રૂપે કરવામાં આવે છે. આ દિવસે જે પણ માતા કાત્યાયનીની પૂજા કરે છે તેને ખૂબ લાભ થાય છે. આ દિવસે માતાની ભગવા રંગથી પૂજા કરવામાં આવે છે.
સાતમા દિવસે મા કાલરાત્રીની પૂજા
સાતમા દિવસે મા કાલરાત્રીની પૂજા કરવાનું મહત્વ છે. આ દિવસે પૌરાણિક કથા અનુસાર, દેવી પાર્વતીએ શુંભ-નિશુમ્ભ નામના બે રાક્ષસોનો વધ કર્યો હતો, જેના કારણે માતાનું સ્વરૂપ કાળુ થઈ ગયું હતું, પરંતુ આ દિવસે સફેદ રંગથી પૂજા કરવાનું ખૂબ મહત્વ છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ચૈત્ર મહિનામાં માતાજીના ફૂલોના ગરબાનું અનેરુ મહત્વ
આઠમાં દિવસે મહાગૌરીની પૂજા
આઠમાં દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. માતાનું આ સ્વરૂપ શાંતિ અને જ્ઞાનની દેવીનું પ્રતીક છે. આ દિવસે જે પણ ભક્ત ગુલાબી રંગથી માતાની પૂજા કરે છે, તેને માતા પુષ્કળ ફળ આપે છે.
નવરાત્રિના અંતિમ દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા
નવરાત્રિના અંતિમ દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નિષ્ઠાપૂર્વક હૃદયથી પૂજા કરવાથી ભક્તોને લાભકારક ફળ મળે છે. આ દિવસે જે પણ ભક્ત માતાની પૂજા કરે છે તેના બધા પાપોનો નાશ થાય છે.
નવરાત્રિમાં 70 વર્ષ પછી અનેરો સંયોગ
જ્યોતિષાચાર્ય જુગલ કિશોર શર્માના જણાવ્યાં મુજબ આ વર્ષે, નવરાત્રિમાં 70 વર્ષ પછી, આ પ્રકારનો સંયોગ બન્યો છે કે, બધા ગ્રહોમાં કઈકને કઈક ઉઠલપથલ થઈ રહી છે. કેટલીક રાશિ માટે તે ખૂબ ફાયદાકારક રહેશે, જ્યારે કેટલાક માટે તે ઘણું નુકસાન કારક પણ છે.