ETV Bharat / bharat

Navjot Singh Sidhu એ મારી પલટી,પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદનું રાજીનામું પાછું ખેંચ્યું - સોનિયા ગાંધી

નવજોતસિંહ સિદ્ધુએ (Navjot Singh Sidhu) પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું છે. સિદ્ધુએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, સાંસદ રાહુલ અને મહાસચિવ પ્રિયંકા ગાંધીના આ સૈનિકે પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું છે. જે દિવસે નવા એડવોકેટ જનરલની રચના થશે અને નવી પેનલ આવશે, હું ઓફિસમાં જઈને ચાર્જ સંભાળીશ. તેમણે કોંગ્રેસ અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું હતું.

Navjot Singh Sidhu એ મારી પલટી,પંજાબ કોંગ્રેસ અધ્યક્ષનું રાજીનામું પાછું ખેંચ્યું

author img

By

Published : Nov 5, 2021, 7:08 PM IST

  • નવજોતસિંહ સિદ્ધુએ પાછું ખેચ્યું રાજીનામું
  • પોતાને સોનિયા-રાહુલના સૈનિક ગણાવ્યાં
  • જોકે ફરી ચાર્જ સંભાળવા અંગે ખાસ સંકેત કર્યો

ચંડીગઢઃ નવજોત સિંહ સિદ્ધુએ ( Navjot Singh Sidhu ) પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું છે. સિદ્ધુએ કહ્યું કે 'કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ અને પ્રિયંકાજીના આ સૈનિકે પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું છે. જે દિવસે નવા એડવોકેટ જનરલની રચના થશે અને નવી પેનલ આવશે, તે દિવસે હું ઓફિસ જઈશ અને ચાર્જ સંભાળીશ.

કેપ્ટન અમરિન્દર સાથે વિવાદ બાદ રાજીનામું આપ્યું હતું

આ પહેલાં સિદ્ધુએ ( Navjot Singh Sidhu ) કેપ્ટન અમરિંદરસિંહની સાડા ચાર વર્ષની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતાં. તેમણે હાઈકમાન્ડ પર મુખ્યપ્રધાન બદલવા માટે દબાણ કરવાનું ચાલુ રાખ્યું હતું. નવા મુખ્યપ્રધાન બનાવાયાં બાદ પણ સિદ્ધુ દખલ કરતા રહ્યા હતાં.. તેમણે પંજાબના ડીજીપી અને એડવોકેટ જનરલની નિમણૂક પર સવાલો ઉઠાવ્યા હતાં. તેમણે મુખ્યપ્રધાન ચન્ની પ્રત્યે પણ નારાજગી દર્શાવી અને ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું. હવે સિદ્ધુએ નિવેદન આપ્યું છે કે તેઓ ટૂંક સમયમાં ચાર્જ સંભાળશે.

હજુ પણ દબાણની રાજનીતિ

સિદ્ધુએ કહ્યું કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, સાંસદ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીના સૈનિક છે. તેમણે કહ્યું કે મેં સરકાર પર દબાણ કર્યું કે જેથી યોગ્ય નિર્ણય લેવામાં આવે. સિદ્ધુએ કહ્યું કે જે દિવસે નવા એડવોકેટ જનરલની રચના થશે અને નવી પેનલની રચના થશે, તે દિવસે હું પણ મારો ચાર્જ સંભાળી લઈશ. સિદ્ધુના ( Navjot Singh Sidhu ) આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે તેઓ હજુ પણ દબાણની રાજનીતિ કરી રહ્યાં છે. નવી પેનલમાં તેમની દખલગીરી ઈચ્છે છે.

સિદ્ધુના રાજીનામાનું કારણ શું હતું?

સિદ્ધુના રાજીનામાનું મુખ્ય કારણ એડવોકેટ જનરલ એપીએસ દેઓલ હતા. તેઓ શરૂઆતથી જ દેઓલનો વિરોધ કરતા હતાં. તેમની નિમણૂક મુખ્યપ્રધાન ચરણજીતસિંહ ચન્નીએ કરી હતી. દેઓલે 1 નવેમ્બરે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. સિદ્ધુએ કહ્યું કે દેઓલે અપમાન કેસમાં કોર્ટમાં દલીલ કરી હતી. એ જ રીતે સિદ્ધુ ( Navjot Singh Sidhu ) ડીજીપી સુમેધસિંહ સૈની સામે પણ વિરોધ વ્યક્ત કરતાં હતાં. અપમાન કેસમાં સુમેધસિંહ સૈની અને પરમરાજ ઉમરાનંગલના નામ સામેલ છે. દેઓલ આ મામલે વકીલાત કરી રહ્યાં હતાં. આ બંને મુદ્દે સિદ્ધુએ કેપ્ટન અમરિંદરસિંહ પર પ્રહારો કર્યા હતાં. સુમેધ સામે અપ્રમાણસર સંપત્તિનો કેસ પણ છે. આ કેસમાં પણ દેઓલ પોતાનો કાનૂની બચાવ કરી રહ્યાં છે.

આ પણ વાંચોઃ શું સિદ્ધૂ ભાજપની B ટીમ છે?

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન ચન્ની અને સિદ્ધુ વચ્ચેની બેઠક પૂર્ણ, થઈ શકે છે મોટી જાહેરાત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.