ETV Bharat / bharat

National Handloom Day 2021: આજે 7માં રાષ્ટ્રીય હેન્ડલુમ દિવસની ઉજવણી - National Handloom Day

દેશમાં 7 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ઉજવવામાં આવે છે, તેની પાછળ એક ખાસ મહત્વ છે. 1905માં આ દિવસે સ્વદેશી ચળવળ શરૂ કરવામાં આવી હતી અને આ દિવસે સ્વદેશી ચળવળ ઔપચારિક રીતે કોલકાતાના ટાઉન હોલમાં જાહેર સભામાં શરૂ કરવામાં આવી હતી. આની યાદમાં ભારત સરકાર દર વર્ષે 7 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી કરે છે.

National Handloom Day 2021: આજે 7માં રાષ્ટ્રીય હેન્ડલુમ દિવસની ઉજવણી

author img

By

Published : Aug 7, 2021, 7:09 AM IST

  • આજે 7માં રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી
  • જાણો શું છે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસનું મહત્વ
  • શા માટે ખાસ છે હેન્ડલૂમ ઉદ્યોગ

ન્યુઝ ડેસ્ક: દેશમાં 7 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ઉજવવામાં આવે છે, તેની પાછળ એક ખાસ મહત્વ છે. 1905માં આ દિવસે સ્વદેશી ચળવળ શરૂ કરવામાં આવી હતી અને આ દિવસે સ્વદેશી ચળવળ ઔપચારિક રીતે કોલકાતાના ટાઉન હોલમાં જાહેર સભામાં શરૂ કરવામાં આવી હતી. આની યાદમાં ભારત સરકાર દર વર્ષે 7 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી કરે છે. નેશનલ હેન્ડલૂમ ડેનું ઉદ્ઘાટન 7 ઓગસ્ટ 2015 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચેન્નઈમાં મદ્રાસ કોલેજના શતાબ્દી કોરિડોર પર કરવામાં આવ્યું હતું, ત્યારથી તે દર વર્ષે ઉજવવામાં આવે છે. 7 મી ઓગસ્ટ 2021 એટલે કે આજે 7 મો રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.

National Handloom Day 2021: આજે 7માં રાષ્ટ્રીય હેન્ડલુમ દિવસની ઉજવણી
National Handloom Day 2021: આજે 7માં રાષ્ટ્રીય હેન્ડલુમ દિવસની ઉજવણી

રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસનું મહત્વ

ભારતમાં હેન્ડલૂમ ક્ષેત્ર સમય જતાં સૌથી મહત્વપૂર્ણ કુટીર વેપાર તરીકે ઉભરી આવ્યું છે. હેન્ડલૂમ વણકરો કપાસ, રેશમ અને ઉન જેવા શુદ્ધ રેશાઓનો ઉપયોગ કરીને માલ બનાવી રહ્યા છે. નેશનલ હેન્ડલૂમ ડેનું આયોજન કરવાનું પ્રાથમિક લક્ષ્ય ભારતના સામાજિક-આર્થિક સુધારામાં હેન્ડલૂમના યોગદાનને પ્રકાશિત કરવાનું છે. દર વર્ષે નેશનલ હેન્ડલૂમ ડે પર સરકાર દ્વારા વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. જેથી વણકરોને કામના વિકલ્પો વિશે માહિતી આપવામાં આવે જો કે ગત વર્ષે કોરોનાને કારણે તેની અસર થઈ હતી, પરંતુ આ વખતે ઘણી જગ્યાએ આ પ્રકારના વર્કશોપ યોજવામાં આવી રહ્યા છે.

શા માટે ખાસ છે હેન્ડલૂમ ?

હેન્ડલૂમ ઉદ્યોગએ ભારતના સાંસ્કૃતિક વારસાનો એક આવશ્યક ભાગ છે. મંત્રાલયના નિવેદન અનુસાર, તે આજીવિકાનું આવશ્યક સ્રોત બની રહ્યું છે, ખાસ કરીને મહિલાઓ માટે કે જે આ ક્ષેત્રના વણકરોનો લગભગ 70 ટકા હિસ્સો ધરાવે છે. આ દિવસ હેન્ડલૂમ સમુદાયનું સન્માન કરવા અને ભારતના સામાજિક-આર્થિક વિકાસમાં તેમના યોગદાનને સ્વીકારવા માટે ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો: જેતપુરના હાથસાળના કારીગરો Corona epidemic માં કરી રહ્યા છે મંદીનો સામનો

હેન્ડલૂમ ક્ષેત્રે આગળ ઘણા પડકારો

સરકાર દ્વારા હેન્ડલૂમ, પાવરલૂમ, ઉન, જ્યુટ અને સિલ્ક બોર્ડ સતત નાબૂદ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે આ ક્ષેત્રે કામ કરતા વણકરોની હાલત દયનીય બની રહી છે, સરકારે આ સંસ્થાઓને નાબૂદ કરવાને બદલે ખાનગી અને જાહેર હસ્તકલા સંસ્થાઓ દ્વારા મોટા બજાર સાથે હેન્ડલૂમ-વણકર સાથે સંકળાયેલા લોકોને આવા ઈ-માર્કેટ પ્લેટફોર્મ આપવું જોઈએ. જેથી આ પ્લેટફોર્મ પર તેઓ તેમની કલા બતાવી શકે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.