નવી દિલ્હી: NSUIના નેશનલ સેક્રેટરી નાગેશ કરિયપ્પાએ દિલ્હી પોલીસમાં પીએમ મોદી ગાયબ હોવાની ફરીયાદ નોંધાવી છે. નાગેશ કરિયપ્પાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે લોકો મરી રહ્યાં છે અને મોદીજી અને તેમના પ્રધાનમંડળ અંગે કોઇ જ માહિતી નથી. એટલા માટે મોદીજી અને તેના પ્રધાનો સામે ગાયબ થવાની ફરીયાદ નોંધાવી છે.
![વડાપ્રધાન ગાયબ હોવાની નોંધાઇ ફરીયાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11759661_733_11759661_1620994006006.png)
મહત્વનું છે કે આ પહેલા પણ નાગેશ કરિયપ્પાએ ગૃહપ્રધાન અમિતશાહ ગાયબ હોવાની ફરીયાદ નોંધાવી હતી.