- મુંબઈમાં 10 વર્ષ પેહલા થયેલા આતંકી હુમલા પછી નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રીડ (NATGRID) બનાવવાની જરૂરિયાત પર વાત કરાઈ હતી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રીડ (NATGRID)ની ટૂંક સમયમાં શરૂઆત કરી શકે છે
- આનું લક્ષ્ય 'ભારતની આતંકવાદી વિરોધી ક્ષમતાઓ વધારવા માટે અત્યાધુનિક ટેક્નોલોજી' પૂરી પાડવાનું છે
નવી દિલ્હીઃ નેશનલ ઈન્ટેલિજન્સ ગ્રિડ (NATGRID)ની ટૂંક જ સમયમાં શરૂઆત કરવામાં આવી શકે છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક જ સમયમાં NATGRID શરૂ કરી શકે છે. લગભગ 10 વર્ષ પહેલા 3,400 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. સૂત્રોના મતે, મહત્ત્વાકાંક્ષી ઈલેક્ટ્રોનિક ડેટાબેઝનું અંતિમ 'ઓળખ અને પરિક્ષણ' કરવામાં આવે છે, જેથી તેને શરૂ કરવામાં આવી શકે છે. મુંબઈમાં 26 નવેમ્બર 2008માં કરવામાં આવેલા આતંકવાદી હુમલા પછી આનો વિચાર આવ્યો હતો.
આ પણ વાંચો- PM મોદી 22 થી 27 સપ્ટેમ્બર દરમિયાન અમેરિકા પ્રવાસે જાય તેવી શક્યતા, જો બાઇડેન સાથે કરશે મુલાકાત
ગૃહપ્રધાન અમિત શાહે હાલમાં જ સંકેત આપ્યો હતો
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે હાલમાં જ સંકેત આપ્યો હતો કે, NATGRIDને ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવી શકે છે. આનો ખ્યાલ એ છે કે, આતંકવાદીઓને લઈને સૂચનાઓને અવિરત અને સિરક્ષિત ડેટાબેઝ હોય. આનું લક્ષ્ય 'ભારતની આતંકવાદી વિરોધી ક્ષમતાઓ વધારવા અત્યાધુનિક ટેક્નોલોજી' પૂરી પાડવાનું છે.
આ પણ વાંચો- 13માં બ્રિક્સ સંમેલનમાં વડાપ્રધાન મોદીએ કર્યું સંબોધન, ભારત અધ્યક્ષ
અમિત શાહે BPRDના સ્થાપના દિવસે એક કાર્યક્રમમાં આપી હતી માહિતી
અમિત શાહે પોલીસ સંશોધન અને વિકાસ બ્યુરો (BPRD)ના 4 સપ્ટેમ્બરે 51મા સ્થાપના દિવસે કાર્યક્રમમાં કહ્યું હતું કે, જો કોરોના ન આવ્યો હોત તો વડાપ્રધાન NATGRIDને દેશને સમર્પિત કરી ચૂક્યા હોત. મને આશા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક જ સમયમાં NATGRIDને દેશને સમર્પિત કરશે. NATGRIDનો ખ્યાલ એક એવા તંત્રના રૂપમાં કરવામાં આવી રહી છે, જે ડેટાની મદદથી શંકાસ્પદની જાણ કરે અને આતંકવાદી હુમલાને રોકે તથા તેની ઈમિગ્રેશન, બેન્કિંગ, વ્યક્તિગત વેરો, હવાઈ અને ટ્રેન પ્રવાસ જેવી ગુપ્ત સુચના સુધી પહોંચ હોય.
પ્રથમ તબક્કાની યોજના અંતર્ગત 21 સેવા પ્રદાતાઓને NATGRIDમાં જોડવામાં આવ્યા
મુંબઈમાં 2008માં થયેલા 26/11 હુમલા દરમિયાન આતંકવાદીઓએ શહેરની ઘેરાબંધી કરી હતી, જેણે આ ખામીને છતી કરી હતી કે, સુરક્ષા એજન્સીઓ પાસે મહત્ત્વની સૂચનાઓને જોવા માટે કોઈ તંત્ર જ નથી. પ્રથમ તબક્કાની યોજના અંતર્ગત 10 ઉપયોગકર્તા એજન્સીઓ અને 21 સેવા પ્રદાતાઓને NATGRID સાથે જોડાવવામાં આવ્યા હતા. જ્યારે ત્યારબાદના તબક્કામાં લગભગ 950 સંગઠનોને આનાથી જોડવામાં આવશે. ત્યારબાદ વર્ષોમાં 1 હજારથી વધુ સંગઠનોને NATGRID સાથે જોડાશે.
આ ડેટા સ્ત્રોતમાં ઇમિગ્રેશન પ્રવેશ અને બહાર નીકળવા અંગે જાણકારી, બેન્ક સંબંધિત અને આર્થિક લેવડદેવડ તથા ફોનનું રેકોર્ડ સામેલ હશે
આ ડેટા સ્ત્રોતમાં ઇમિગ્રેશન પ્રવેશ અને બહાર નીકળવા અંગે જાણકારી, બેન્ક સંબંધિત અને આર્થિક લેવડદેવડ તથા ફોનનું રેકોર્ડ સામેલ હશે. દેશની પ્રતિષ્ઠિત સંઘીય એજન્સીઓની નેટગ્રિડ ડેટાબેઝ સુધી પહોંચ હશે. આમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (Central Bureau of Investigation), ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (Directorate of Revenue Intelligence), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate), સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાઈરેક્ટ ટેક્સીઝ એન્ડ કસ્ટમ્સ (Central Board of Indirect Taxes and Customs), સેન્ટ્રલ ડાયરેક્ટ ટેસ્ક (આવક વેરા વિભાગ માટે) (Central direct tax (for income tax department)), કેબિનેટ સચિવાલય (Cabinet Secretariat), ઈન્ટેલિજન્સ બ્યૂરો (Intelligence Bureau), ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સ (Directorate General of GST Intelligence), સ્વાપક કન્ટ્રોલ બ્યૂરો (Swapak Control Bureau), ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટ (Financial Intelligence Unit), નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (National Investigation Agency) સામેલ છે.
અમેરિકાના આતંકવાદી ડેવિડ હેડલીએ પાકિસ્તાની આતંકવાદીઓને મહત્ત્વની સૂચના-વીડિયો આપ્યા હતા
અમેરિકાના શંકાસ્પદ આતંકવાદી ડેવિડ હેડલીની વર્ષ 2006થી 2009ની વચ્ચે ભારતની અનેક પ્રવાસ દરમિયાન દેશમાં તેની અવરજવરની માહિતી મેળવવામાં ઈન્ટેલિજન્સ એન્ડ એન્ફોર્સમેન્ટ એજન્સીઝ (Intelligence and enforcement agencies)ને તાત્કાલિક સૂચનાની અછતને એક પ્રમુખ કારણ માની શકાય છે. હેડલીએ મુંબઈ હુમલાને અંજામ આપનારા પાકિસ્તાનના આતંકી સમુહ લશ્કર-એ-તૈયબાને લક્ષયોની મહત્ત્વની સૂચનાઓ અને વીડિયો આપ્યા હતા, જેમાં વિદેશીઓ સહિત 166 લોકોના મોત થયા હતા.
વર્ષ 2012 પછી NATGRIDનું કામ ધીમું પડ્યું હતું
સુરક્ષા મામલાની કેબિનેટ સમિતિએ (Cabinet Committee on Security-CCS) 3,400 કરોડ રૂપિયાના NATGRID પ્રોજેક્ટને વર્ષ 2010માં મંજૂરી આપી હતી, પરંતુ વર્ષ 2012 પછી તેનું કામ ધીમું થઈ ગયું હતું. વર્ષ 2014માં સત્તામાં આવેલા વડાપ્રધાને NATGRIDને પુનર્જિવિત કરવા માટે નિર્દેશ આપ્યો હતો.