- રોવર મંગળ પર નમૂના લેવામાં નિષ્ફળ
- નાસાએ કહ્યું - ભવિષ્યમાં વધુ સારું કરીશું
- જીવનના ચિહ્નો શોધવા માટે રોવર પસિર્વરેન્સને ઉતારવામાં આવ્યો
વોશિંગ્ટન : નાસાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, રોવર દ્વારા પૃથ્વી પર મોકલવામાં આવેલા ડેટા દર્શાવે છે કે મંગળ પરના ખડકના નમૂના લેવા અને તેને ટ્યુબમાં બંધ કરવાની પ્રારંભિક નમૂના લેવાની પ્રવૃત્તિમાં આવા કોઈ નમૂના એકત્રિત કરવામાં આવ્યા નથી.નિષ્ફળતા પછી, વોશિંગ્ટનમાં નાસાના વિોશિંગટન મિશન નિર્દેશાલયના સહયોગી સંચાલક થોમસ જર્બકેને કહ્યું કે, પ્રથમ પરિણામ જ બધુ નથી. કોઈપણ નવા ક્ષેત્રમાં જોખમ છે. મને ખાતરી છે કે અમારી પાસે આ કાર્ય કરવા માટે યોગ્ય ટીમ છે, જે ભવિષ્યમાં સફળતા માટે ઉકેલ તરફ કામ કરશે.
આગળનો કાર્યક્રમ ફોલ્ટ ડિટેક્શન બાદ નક્કી થશે
પ્રથમ પ્રયાસથી મેળવેલા ડેટાનું વિશ્લેષણ કરતી ટીમ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે, રોકના નમૂના લેવાની ભૂલ શોધ્યા બાદ રોવર દ્વારા આગામી નમૂનાનું સમય નક્કી કરવામાં આવશે.
આ પણ વાંચો : જમ્મુ -કાશ્મીર: આતંકી હુમલામાં એક પોલીસકર્મી શહીદ, બે ઇજાગ્રસ્ત
રોબોટિક હાથ તૂટેલા ખડકોને ઉપાડે છે
રોવર સાથે કુલ 43 ટાઇટેનિયમ નમૂનાની ટ્યૂબ મોકલવામાં આવી છે અને તે જેજેરો ક્રેટરની શોધખોળ કરી રહી છે. ત્યાં તે રોક અને રેગલિથના નમૂનાઓ એકત્રિત કરશે, જેનું પૃથ્વી પર ભવિષ્યમાં વિશ્લેષણ કરવામાં આવશે. પર્સિવરેન્સ સેમ્પલિંગ અને કેશિંગ સિસ્ટમ નમૂનાઓ કાઢવા માટે 7 ફૂટ લાંબા રોબોટિક હાથનો ઉપયોગ કરે છે.
આ પણ વાંચો : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટનો 5મો દિવસ, જાણો આજના મેચોનું શેડ્યૂલ..