નાગાલેન્ડ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભા ચૂંટણી 2023ને લઈને શુક્રવારે નાગાલેન્ડ અને મેઘાલયના પ્રવાસે છે. સૌથી પહેલા વડાપ્રધાન મોદી નાગાલેન્ડના દીમાપુર પહોંચ્યા, જ્યાં તેમણે એક વિશાળ રેલીને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. PM મોદીએ કહ્યું કે, આજથી પહેલા દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓએ ક્યારેય નાગાલેન્ડ તરફ જોયું નથી અને રાજ્યમાં સ્થિરતા અને સમૃદ્ધિને ક્યારેય મહત્વ આપ્યું નથી.
-
After many decades, there was no incident of violence during Assembly elections in Tripura as there is a BJP government in the state: PM Narendra Modi in Dimapur, Nagaland pic.twitter.com/v4IFdhy5C4
— ANI (@ANI) February 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">After many decades, there was no incident of violence during Assembly elections in Tripura as there is a BJP government in the state: PM Narendra Modi in Dimapur, Nagaland pic.twitter.com/v4IFdhy5C4
— ANI (@ANI) February 24, 2023After many decades, there was no incident of violence during Assembly elections in Tripura as there is a BJP government in the state: PM Narendra Modi in Dimapur, Nagaland pic.twitter.com/v4IFdhy5C4
— ANI (@ANI) February 24, 2023
દિલ્હીથી દીમાપુર સુધી કોંગ્રેસે પરિવારવાદની રાજનીતિ કરી છે : PM મોદીએ કહ્યું કે, કોંગ્રેસ હંમેશા દિલ્હીથી રિમોટ કંટ્રોલથી નાગાલેન્ડ સરકાર ચલાવતી હતી. PM મોદીએ કહ્યું કે, દિલ્હીથી દીમાપુર સુધી કોંગ્રેસે પરિવારવાદની રાજનીતિ કરી છે. ભાજપ સરકારની યોજનાઓ અને કામોનું વર્ણન કરતાં તેમણે કહ્યું કે આજે કેન્દ્ર સરકાર નાગાલેન્ડમાં હજારો પરિવારોને મફત રાશન આપી રહી છે. અમે કોંગ્રેસની જેમ પૂર્વોત્તરના 8 રાજ્યોનો ATM તરીકે ઉપયોગ કરતા નથી. અમારા માટે ઉત્તર પૂર્વના 8 રાજ્યો 'અષ્ટ લક્ષ્મી' જેવા છે. PM મોદીએ કહ્યું કે, નાગાલેન્ડના લોકોનો ભાજપમાં વિશ્વાસ વધી રહ્યો છે.
-
Work is underway to connect Kohima with railways. Once connected with railways, it will increase the ease of living and ease of doing business here. From tourism to technology and sports to startups, GoI helping the youth of Nagaland: PM Modi in Nagaland pic.twitter.com/2kdPISvlEf
— ANI (@ANI) February 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Work is underway to connect Kohima with railways. Once connected with railways, it will increase the ease of living and ease of doing business here. From tourism to technology and sports to startups, GoI helping the youth of Nagaland: PM Modi in Nagaland pic.twitter.com/2kdPISvlEf
— ANI (@ANI) February 24, 2023Work is underway to connect Kohima with railways. Once connected with railways, it will increase the ease of living and ease of doing business here. From tourism to technology and sports to startups, GoI helping the youth of Nagaland: PM Modi in Nagaland pic.twitter.com/2kdPISvlEf
— ANI (@ANI) February 24, 2023
આ પણ વાંચો : Gujarat Budget 2023: ગુજરાતમાં ગેસ સસ્તો, PNG અને CNG ગેસના વેટમાં ઘટાડો કરાયો
ભારત સરકાર નાગાલેન્ડના યુવાનોને મદદ કરી રહી છે : PM મોદીએ કહ્યું કે, કોહિમાને રેલવે લાઈનથી જોડવાનું કામ ચાલી રહ્યું છે. રેલ્વે સાથે જોડાયા બાદ કોહિમામાં રહેવું અને રહેવાનું સરળ બનશે. અહીં વેપાર ક્ષેત્રે વૃદ્ધિ થશે. પ્રવાસનથી લઈને ટેકનોલોજી અને રમતગમતથી લઈને સ્ટાર્ટઅપ સુધી, ભારત સરકાર નાગાલેન્ડના યુવાનોને મદદ કરી રહી છે. નાગાલેન્ડમાં PM મોદીએ કહ્યું કે, ઘણા દાયકાઓ પછી ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણી દરમિયાન હિંસાની કોઈ ઘટના બની નથી કારણ કે રાજ્યમાં ભાજપની સરકાર છે.
આ પણ વાંચો : Pillars of Gujarat Budget 2023 : કનુ દેસાઇના બજેટમાં 5 આધારસ્થંભ, કયા છે સમજો