ETV Bharat / bharat

મુસ્લિમોએ ભારતમાં કોઈ પણ વસ્તુથી ડરવાની જરૂર નથી: ભાગવત - The ancestors of Hindus and Muslims alike

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે સોમવારે જણાવ્યું હતું કે, હિન્દુઓ અને મુસ્લિમોના પૂર્વજો સમાન હતા અને દરેક ભારતીય નાગરિક 'હિંદુ' છે. તેમણે પુણેમાં ગ્લોબલ સ્ટ્રેટેજિક પોલિસી ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં આ વાતો કહી હતી.

મુસ્લિમોએ ભારતમાં કોઈ પણ વસ્તુથી ડરવાની જરૂર નથી: ભાગવત

author img

By

Published : Sep 7, 2021, 9:01 AM IST

  • હિન્દુઓ અને મુસ્લિમોના પૂર્વજો સમાન હતા મોહન ભાગવતે જણાવ્યું
  • હિન્દુ શબ્દ માતૃભૂમિ પૂર્વજ અને ભારતીય સંસ્કૃતિ સમાન છે
  • ભારતના સર્વાંગી વિકાસ માટે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ

મુંબઈ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સંઘચાલક મોહન ભાગવતે સોમવારે કહ્યું હતું કે, હિન્દુઓ અને મુસ્લિમોના પૂર્વજો સમાન હતા અને દરેક ભારતીય નાગરિક 'હિંદુ' છે. પુણેમાં ગ્લોબલ સ્ટ્રેટેજિક પોલિસી ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મોહન ભાગવતે જણાવ્યું હતુ. કે "સમજદાર" મુસ્લિમ નેતાઓએ ઉગ્રવાદીઓ સામે મક્કમ રહેવું જોઈએ. એમ પણ કહ્યું કે ભારતમાં લઘુમતી સમુદાયને કોઈ પણ વસ્તુથી ડરવાની જરૂર નથી કારણ કે, હિન્દુઓની કોઈ સાથે દુશ્મની નથી.

આ પણ વાંચો: RSS ચીફ મોહન ભાગવતે અમદાવાદમાં ધ્વજવંદન કર્યું

હિન્દુ શબ્દ માતૃભૂમિ પૂર્વજ અને ભારતીય સંસ્કૃતિ સમાન-ભાગવતે

ભાગવતે જણાવ્યું કે, હિન્દુ શબ્દ માતૃભૂમિ પૂર્વજ અને ભારતીય સંસ્કૃતિ સમાન છે. તે અન્ય મંતવ્યો માટે અપમાનજનક નથી. આપણે મુસ્લિમ સર્વોપરિતા વિશે નહીં, પરંતુ ભારતીય સર્વોપરિતા વિશે વિચારવું પડશે. ભાગવતે કહ્યું કે ભારતના સર્વાંગી વિકાસ માટે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ. સંઘચાલક મોહન ભાગવતે જણાવ્યું 'ઈસ્લામ આક્રમણકારો સાથે ભારતમાં આવ્યા ત્યારે આ ઇતિહાસ હતો અને જેમ છે તેમ કહેવું જોઈએ. સમજદાર મુસ્લિમ નેતાઓએ બિનજરૂરી મુદ્દાઓનો વિરોધ કરવો જોઈએ અને કટ્ટરવાદીઓ અને ઉગ્રવાદીઓ સામે અડગ રહેવું જોઈએ. જેટલું વહેલું આ કરીશું, સમાજને ઓછું નુકસાન થશે.

આ પણ વાંચો: સંઘ પ્રમુખ મોહન ભાગવત આજે રાજકોટની મુલાકાતે,રામ મંદિર સહિતના મુદ્દે વિચાર વિમર્સ કરશે

ભારતીય સંસ્કૃતિ વિવિધ વિચારોને સમાવે છે અને અન્ય ધર્મોનું સન્માન કરે છે

આરએસએસના વડાએ જણાવ્યુ કે, મહાસત્તા તરીકે ભારત કોઈને ડરાવશે નહીં. તેમણે 'નેશન ફર્સ્ટ અને નેશન સર્વોચ્ચ' પરના સેમિનારમાં કહ્યું, 'હિન્દુ શબ્દ આપણી માતૃભૂમિ, પૂર્વજ અને સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનો પર્યાય છે અને આ સંદર્ભમાં આપણા માટે દરેક ભારતીય એક હિન્દુ છે પછી ભલે તે તેના ધાર્મિક ભાષાકીય અને વંશીય અભિગમ હોઇ તે પણ તેમણે કહ્યું કે હિન્દુઓ અને મુસ્લિમોના પૂર્વજો સમાન છે. ભાગવતે કહ્યું કે ભારતીય સંસ્કૃતિ વિવિધ વિચારોને સમાવે છે અને અન્ય ધર્મોનું સન્માન કરે છે.

ભારતીય સંસ્કૃતિ બધાને સમાન માને છે

કેરળના ગવર્નર આરીફ મોહમ્મદ ખાન અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ કાશ્મીરના ચાન્સેલર, લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) સૈયદ અતા હસનૈન પણ સેમિનારમાં હાજર રહ્યા હતા. ખાને કહ્યું હતું કે વધુ વિવિધતા સમૃદ્ધ સમાજ તરફ દોરી જાય છે અને 'ભારતીય સંસ્કૃતિ બધાને સમાન માને છે.' હસનૈને કહ્યું કે મુસ્લિમ બુદ્ધિજીવીઓએ ભારતીય મુસ્લિમોને નિશાન બનાવવાના પાકિસ્તાનના પ્રયાસને નિષ્ફળ બનાવવો જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.