ETV Bharat / bharat

મુસ્લિમો પર હુમલા થઈ રહ્યા છે, મસ્જિદોને નષ્ટ કરવામાં આવી રહી છેઃ ફારૂક અબ્દુલ્લા - ચીન ભારત સીમાવિવાદ

જમ્મુ અને કાશ્મીરના(Jammu and Kashmir ) ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લાએ( Farooq Abdullah)સરકારને મુસ્લિમોના ડરને દૂર કરવા વિનંતી કરી અને આરોપ લગાવ્યો કે સમુદાયના સભ્યો પર હુમલો કરવામાં આવી રહ્યો છે અને તેમની મસ્જિદોનો નાશ (Destruction of mosques)કરવામાં આવી રહ્યો છે.

મુસ્લિમો પર હુમલા થઈ રહ્યા છે, મસ્જિદોને નષ્ટ કરવામાં આવી રહી છેઃ ફારૂક અબ્દુલ્લા

author img

By

Published : Nov 16, 2021, 8:37 AM IST

  • ભારત- પાકિસ્તાન વચ્ચેની સમસ્યાઓનો અંત લાવવાનો આ એકમાત્ર રસ્તો છેઃ ફારુક
  • ચીન સાથે વાતચીત કરી શકે છે, જ્યારે તે ભારતના ક્ષેત્રમાં છે ઃફારુક
  • અમારી પાસે ભારત સિવાય રહેવાની બીજી કોઈ જગ્યા નથી

જોધપુર (રાજસ્થાન): જમ્મુ અને કાશ્મીરના(Jammu and Kashmir ) પૂર્વ મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લાએ ( Farooq Abdullah)મીડિયાને કહ્યું કે, સરકારે કાર્યવાહી કરવી પડશે કારણ કે ભારતની સાથે ઉભેલા મુસ્લિમોની હત્યા થઈ રહી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે મંત્રણાની પણ માગ

તેમણે ભારત અને પાકિસ્તાન(India and Pakistan) વચ્ચે મંત્રણાની પણ માગ કરતા કહ્યું કે બંને દેશો વચ્ચેની સમસ્યાઓનો અંત લાવવાનો આ એકમાત્ર રસ્તો છે. તેમણે કહ્યું કે જ્યારે આપણે દેશમાં જોઈએ છીએ, ત્યારે જોવા મળે છે કે મુસ્લિમો પર હુમલા( Attacks on Muslims)થઈ રહ્યા છે, તેમની મારપીટ થઈ રહી છે અને મસ્જિદોમાં બ્લાસ્ટ થઈ રહ્યા છે.

ભારતના ક્ષેત્રમાં છે અને દરરોજ આગળ વધી રહ્યું છે

અમે તેનો ભોગ બનીશું, જેઓ ભારતની સાથે ઉભા છે. અમને મારી નાખવામાં આવશે કારણ કે અમારી પાસે ભારત સિવાય રહેવાની બીજી કોઈ જગ્યા નથી. આપણે સમાન છીએ પરંતુ જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે તે ભય પેદા કરે છે અને તેને (સરકારે) ઉકેલવી પડશે. અબ્દુલ્લાએ કહ્યું કે ભારત-પાકિસ્તાનના સંબંધોમાં તણાવને કારણે હિંદુ અને મુસ્લિમોના સંબંધો પર અસર થઈ રહી છે. કેન્દ્ર પર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું કે તેઓ ચીન સાથે વાતચીત કરી શકે છે, જ્યારે તે ભારતના ક્ષેત્રમાં છે અને દરરોજ આગળ વધી રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરની સ્થિતિ અંગે તેમણે કહ્યું કે ત્યાં મીડિયા આઝાદ નથી

અમે ચીન સાથે વાતચીત કરી શકીએ છીએ, તો પાકિસ્તાન સાથે કેમ નહીં. ચીન આપણા ક્ષેત્રમાં છે અને દિવસેને દિવસે આગળ વધી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરની વર્તમાન સ્થિતિ અંગે તેમણે કહ્યું કે ત્યાં મીડિયા આઝાદ નથી. કોઈ મુક્તપણે લખી શકશે નહીં અને જો તમે કરો છો, તો તમે જેલમાં જશો.

માત્ર આપણે જ ભોગવવું પડશે

ચીન અને પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે અમે તેમની વચ્ચે ફસાયા છીએ. અમને ખબર નથી કે કોઈ દિવસ યુદ્ધ થશે કે નહીં. માત્ર આપણે જ ભોગવવું પડશે. અમને મારવામાં આવશે.

આ પણ વાંચોઃ હબીબગંજથી રાણી કમલાપતિમાં ફેરવાયા પછી કેટલું બદલાઈ ગયું દેશનું પ્રથમ પ્રાઈવેટ રેલવે સ્ટેશન, જુઓ Exclusive photos

આ પણ વાંચોઃ રાજ્યોને આ મહિને ટેક્સ શેર તરીકે 95082 કરોડ જાહેર કરાશેઃ સીતારમણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.