ETV Bharat / bharat

હાથરસમાં બાળકીની છેડતીની પોલીસ ફરિયાદ કરનારા પિતાની હત્યા - જિલ્લા હોસ્પિટલ

ઉત્તરપ્રદેશના હાથરસમાં ફરી એક વાર માનવતા મરી પરવારી છે. મળતી માહિતી અનુસાર, કેટલાક અસામાજિક તત્ત્વોએ એક બાળકીની છેડતી કરી હતી. જો કે, આ અંગે બાળકીના પિતાએ છેડતી કરનારા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓને જ્યારે આ વાતની ખબર પડી તો આરોપીઓએ બાળકીના પિતાને ગોળી મારી તેની હત્યા કરી નાખી હતી.

હાથરસમાં બાળકીની છેડતીની પોલીસ ફરિયાદ કરનારા પિતાની હત્યા

author img

By

Published : Mar 2, 2021, 1:37 PM IST

  • સાસની કોટવાલી વિસ્તારના ગામ નૌજરપુરની ઘટના
  • બાળકીના પિતાએ બાળકી સાથે છેડતી થઈ હોવાની નોંધાવી હતી ફરિયાદ
  • ફરિયાદનું ઝેર રાખી આરોપીએ બાળકીના પિતા પર ગોળી ચલાવવા પિતાનું મોત

હાથરસઃ આ અંગે મળતી માહિતી અનુસાર, સાસની કોટવાલી વિસ્તારના ગામ નૌજરપુરમાં પીડિત બાળકીના પિતા ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે સમયે કેટલાક લોકો તેમને ધમકાવવા આવ્યા હતા. આ સાથે જ અમરીશ પર ફાયરિંગ કર્યું હતું, જેથી ગોળી વાગતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. પરિવારના લોકો જેમ તેમ કરીને તેમને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા જ હાથરસ ગેટ કોટવાલીના એસએચઓ જગદીશ કુમાર પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે મૃતકની બાળકી અને પરિવારના અન્ય પાસેથી આ ઘટનામાં સામેલ લોકોને માહિતી મેળવી હતી.

ગૌરવ શર્મા નામનો યુવક મુખ્ય આરોપી

મૃતક ખેડૂતની પુત્રીએ જણાવ્યું કે, કેટલાક સમય પહેલા તેની છેડતી થઈ હતી, જેની ફરિયાદ તેના પિતાએ પોલીસમાં નોંધાવી હતી. આ ફરિયાદનું વેર રાખી આરોપીઓએ તેના પિતાની હત્યા કરી નાખી હતી. 6થી 7 લોકો હુમલો કરવા આવ્યા હતા. મૃતકની પુત્રીએ ગૌરવ શર્મા નામના એક યુવકને મુખ્ય આરોપી ગણાવી તેની પર ગોળીબાર કરવાનો આક્ષેપ કર્યો હતો. પોલીસ વધુ તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.