- સ્વર્ગસ્થ કેન્દ્રિય પ્રધાન પી. રંગરાજન કુમારમંગલમ (P. Rangarajan Kumaramangalam)ના પત્નીની હત્યા
- કિટ્ટી કુમારમંગલમ (Kitty Kumaramangalam)ની મંગળવારે રાત્રે ધોબીએ જ કરી હત્યા
- વાજપેઈ સરકારમાં કેન્દ્રિય પ્રધાન હતા પી. રંગરાજન કુમારમંગલમ (P. Rangarajan Kumaramangalam)
નવી દિલ્હીઃ વાજપેઈ સરકાર (Vajpayee government)માં કેન્દ્રિય પ્રધાન રહેલા સ્વર્ગસ્થ પી. રંગરાજન કુમારમંગલમનાં પત્ની કિટ્ટી કુમાર મંગલમ્ (Kitty Kumaramangalam)ની દિલ્હીના વસંત વિહાર (Vasant Vihar of Delhi)માં હત્યા કરવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે, ત્રણ આરોપી તેમના ઘરમાં દાખલ થયા અને તેમનું મોઢું દબાવીને તેમની હત્યા કરી હતી. જ્યાં સુધી કિટ્ટી કુમારમંગલમ્ (Kitty Kumaramangalam) મરી ન ગયા ત્યાં સુધી આરોપીઓએ તેમનું મોઢું દબાવી રાખ્યું હતું. તે દરમિયાન તેમના ઘરમાં કામ કરતી કર્મચારીને પણ બાંધી રાખવામાં આવી હતી.
આ પણ વાંચો- MURDER NEWS : અમદાવાદમાં મોબાઈલ ચોરીની શંકા રાખીને યુવકની હત્યા
આરોપી ધોબી રાત્રે ઘરમાં ઘુસ્યો હતો ત્યારબાદ તેના બે સાથી પણ આવ્યા હતા
પોલીસના જણાવ્યાનુસાર, કિટ્ટી કુમારમંગલમ (Kitty Kumaramangalam)ની સાથે ઘરમાં કામ કરતી કર્મચારી હાજર હતી. તે દરમિયાન ઘરમાં ધોબી આવ્યો હતો, જેણે તે કર્મચારીને બાંધી દીધી હતી. તે દરમિયાન ધોબીના અન્ય બે સાથી પણ ઘરમાં આવ્યા હતા, જેમણે કિટ્ટી કુમારમંગલમ (Kitty Kumaramangalam)ની હત્યા કરી હતી. આરોપીઓ ભાગતા ઘરમાં કામ કરતી કર્મચારીએ પોતાને છોડાવીની પોલીસને આ અંગે માહિતી આપી હતી.
પોલીસને રાત્રે 11 વાગ્યે ઘટનાની જાણ થઈ
ઘરમાં કામ કરતી કર્મચારીના નિવેદન પછી પોલીસે ધોબીની ધરપકડ કરી હતી. સાઉથવેસ્ટ જિલ્લાના DCP ઈંગિત પ્રતાપસિંહે (Ingit Pratap Singh, DCP, Southwest District) આ મામલાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, રાત્રે 11 વાગ્યાની આસપાસ આ હત્યાના બનાવની સૂચના મળી હતી. પોલીસે જણાવ્યું હતું કે, ઘટનામાં શામેલ અન્ય 2 આરોપીઓની પણ ઓળખ થઈ ગઈ છે, જેની તપાસ ચાલુ છે.