- રાજસ્થાનના પુષ્કરમાં 11 વર્ષીય બાળકીની હત્યા
- બાળકીના માથામાં પથ્થર મારી કરવામાં આવી હત્યા
- આ ઘટનાને વિપક્ષે સરકારની નિષ્ફળતા ગણાવી
પુષ્કર (અજમેર): તીર્થ નગરીની નજીક ગ્રામ ખોરીની પહાડોમાં મંગળવારે સવારે 11 વર્ષીય બાળકીનો મૃતદેહ મળવાથી વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. પરિવારજનો રાતથી બાળકીને શોધી રહ્યા હતા. આ અંગે મળતી માહિતી અનુસાર, પુષ્કર નજીક આવેલા વૈદ્યનાથ મહાદેવ મંદિર પાસે પહાડી વિસ્તારમાં એક 11 વર્ષીય બાળકી બકરી ચરાવવા ગઈ હતી, પરંતુ મોડી રાત સુધી તે ઘરે ન આવતા પરિવારજનોએ પુષ્કર પોલીસને સૂચના આપી હતી. ત્યારબાદ પોલીસે તપાસ કરતા ખોરી ગ્રામની પહાડી પર બાળકીનો મૃતદેહ મળ્યો હતો. જોકે, પોલીસે મેડિકલ બોર્ડમાં બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
આ પણ વાંચો- Gas Leakage: ઉત્તરપ્રદેશમાં ઝેરી ગેસથી ગૂંગળાવવાથી 4ના મોત, મકાનના બેઝમેન્ટમાંથી મળ્યા મૃતદેહ
બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા
પરિવારજનોએ બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા વ્યક્ત કરી છે. આ ઘટના અંગે પરિવારજનો અને ગામના લોકોમાં આક્રોશ છે. પરિવારજનોએ આરોપીઓની ઝડપથી ધરપકડ કરવા માગ કરી છે. તો આ થરફ પોલીસે મામલાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. જોકે, આરોપીઓની કોઈ ઓળખ થઈ શકી નથી, પરંતુ પોલીસ તપાસ કરી રહી છે
આ પણ વાંચો- ચાણસ્મા નજીક કેનાલમાં પ્રેમ ભગ્ન પરણિત યુવતીની આત્મહત્યાની આશંકા
એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત
અજમેર પોલીસે આ મામલામાં એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરી છે. આ માહિતી અજમેર પોલીસે ETV Bharat પર સમાચાર પ્રસારિત થયા પછી ટ્વિટ આપીને જવાબમાં કહી છે. પુષ્કર પોલીસ સ્ટેશનના અધિકારી રાજેશ મીણાએ જણાવ્યું હતું કે, ઝડપથી આરોપીઓની ધરપકડ કરાશે. જ્યારે દુષ્કર્મની પુષ્ટિ પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી થશે. પોલીસ ઘટનાસ્થળની આસપાસ પૂછપરછ કરી રહી છે. આ સાથે પરિવારજનોને પણ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ મામલામાં એડિશનલ પોલીસ કમિશનર કિશન સિંહ ભાટે સતત તપાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ પુષ્કર પોલીસ સૂરજ હત્યાકાંડ, રાવત મંદિર મહંત હત્યાકાંડ, મોટા સિંહ હત્યાકાંડ જેવા મામલાનો ખુલાસો નથી કરી શકી.
રાજસ્થાન હવે રેપિસ્તાન બન્યુંઃ વિપક્ષ
પુષ્કરની આ ઘટના અંગે હવે વિપક્ષી દળો પણ મેદાને ઉતર્યા છે. વિપક્ષોએ આ ઘટનાને ગેહલોત સરકારની નિષ્ફળતા ગણાવી છે. વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડે જણાવ્યું હતું કે, એક બાળકીની પથ્થરથી હત્યા કરવામાં આવી તે દુર્ભાગ્યપૂર્ણ છે. રાજસ્થાન હવે રેપિસ્તાન બની ગયું છે. જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીષ પૂનિયાએ જણાવ્યું હતું કે, સરકારનો ઈકબાલ પૂર્ણ થયો છે. આ પ્રકારની ઘટના સમાજને હેરાન કરી રહી છે. ગૃહ મંત્રાલય સંભાળી રહેલા મુખ્યપ્રધાન પોતાની જવાબદારીથી બચી નહીં શકે.