મુંબઈઃ અમૃતા ફડણવીસ કેસમાં છ વર્ષથી ફરાર બુકી અનિલ જયસિંઘાનીની મહારાષ્ટ્ર પોલીસની ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલ દ્વારા ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી છે. અગાઉ, અનિલની પુત્રી અનિક્ષાને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્નીને બ્લેકમેલ કરવા અને લાંચ આપવાનો પ્રયાસ કરવા બદલ પોલીસે ઉલ્હાસનગરથી ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: Delhi Liquor Scam : કે. કવિતા પુછપરછ માટે પહોંચ્યા ED ઓફિસ, ઓફિસ બહાર પોલીસનો બંદોબસ્ત
આરોપોને નકારી કાઢ્યા: દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃત ફડણવીસને વીડિયો, ઓડિયો ક્લિપ્સ અને અન્ય મેસેજ મોકલીને 1 કરોડ રૂપિયાની લાંચ આપવા અને 10 કરોડ રૂપિયાની ખંડણીની માગણી કરીને ધમકી આપવા બદલ FIR દાખલ કરવામાં આવ્યા બાદ આ કેસમાં ડિઝાઇનર અનિક્ષાની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી બુકી અનિલ જયસિંઘાનીનું નામ સામે આવ્યું હતું. જોકે, તેણે પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે, અમારી સાથે અન્યાય થયો છે.
સત્ય સામે આવશે: અનિલે કહ્યું કે, મારી દીકરી સામેનો કેસ સાવ ખોટો છે. તેણે કહ્યું કે, અનિક્ષા પોલીસ કસ્ટડીમાંથી બહાર આવ્યા બાદ સત્ય સામે આવશે. બુકી અનિલ જયસિંઘાની અને તેની ફેશન ડિઝાઈનર પુત્રી અનિક્ષા વિરુદ્ધ કેસ નોંધ્યા બાદ મલબાર હિલ પોલીસે ગુરુવારે તેમને તેમના નિવાસસ્થાનેથી કસ્ટડીમાં લીધા હતા. એવું કહેવામાં આવ્યું છે કે, અન્ય વ્યક્તિઓના કહેવા પર ડિઝાઇનર અનિક્ષા ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસને મળી રહી હતી. આ દરમિયાન તે તેના પિતા વિરુદ્ધ નોંધાયેલા કેસને રદ કરવાનો પ્રયાસ કરી રહી હતી. જોકે પોલીસે દાવો કર્યો છે કે, આ બધામાં કેટલાક રાજકીય વ્યક્તિઓની સંડોવણી હોવાની પ્રબળ શક્યતા છે.
આ પણ વાંચો: Ramsetu News: રામસેતુને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવાની સુનાવણી માટે SCએ આપી સંમતિ
ત્રણ ટીમને ગુજરાત મોકલાઈ: આ અંગે સાયબર ક્રાઈમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર બાલ સિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી ફરાર અનિલ જયસિંઘાણીને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. તેણે જણાવ્યું કે, આરોપી અનિલ જયસિંઘાની ઇન્ટરનેટ દ્વારા ઘણા લોકોના સંપર્કમાં હતો. આ સાથે આરોપી ટેક્નિકલતાને આધારે પોતાની ઓળખ છુપાવતો હતો. રાજપૂતે વધુમાં જણાવ્યું હતું કે, અનિલ જયસિંઘાણીને શોધવા માટે મુંબઈ પોલીસની 5 ટીમ કામ કરી રહી છે. જેમાં ત્રણ ટીમને ગુજરાત મોકલવામાં આવી હતી.
ગોધરાના કલોલમાંથી ધરપકડ: પાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપી મહારાષ્ટ્રથી શિરડી ગયો હતો, ત્યારબાદ શિરડીથી ગુજરાતના બારડોલી પહોંચ્યો હતો. આ પછી આરોપીને પકડવા માટે સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી હતી. આ ઓપરેશન મુંબઈ પોલીસ દ્વારા ગુજરાત પોલીસની મદદથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. રાજપૂતના જણાવ્યા અનુસાર, અનિલ જયસિંઘાણી 13 માર્ચના રોજ શિરડીમાં હતો, ત્યારબાદ તે 14 માર્ચે ગુજરાત ભાગી ગયો હતો. વડોદરા, ભરૂચ બાદ ગોધરા જતા બુકી અનિલ જેસીંઘાણીની 72 કલાકની અગ્નિપરીક્ષા બાદ ગોધરાના કલોલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે જપ્ત કરાયેલી કાર મહારાષ્ટ્રની છે.