ETV Bharat / bharat

Mumbai Drug : મુંબઈમાં કોકેઈનનો કાળો કારોબાર, 15 કરોડના ડ્રગ્સ સાથે 2 વિદેશી પેડલરને મુંબઈ NCB એ દબોચ્યા

મુંબઈ દ્વારા ડ્રગ્સની તસ્કરી કરતી આંતરરાષ્ટ્રીય ગેંગના બે સાગરીતોની ધરપકડ કરી છે. મુંબઈની એક હોટલમાંથી ઝામ્બીયાનો એક નાગરિક રુ. 15 કરોડની કિંમતના કોકેઈન સાથે ઝડપાયો છે. તેની પાસેથી મળેલ માહિતીના આધારે દિલ્હીમાંથી વધુ એક મહિલા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Mumbai Drug
Mumbai Drug
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 13, 2023, 5:18 PM IST

મુંબઈ : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) મુંબઈ બ્રાંચને મોટી સફળતા મળી છે. મુંબઈ NCB દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કરી આ કેસમાં એક મહિલા સહિત બે વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. વિદેશી ડ્રગ્સ પેડલર પાસેથી 2 કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં 2 કિલો કોકેઈનની કિંમત 15 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. મુંબઈ NCB એ ઝડપેલા આરોપીઓમાં એક ઝામ્બિયન નાગરિક અને એક તાન્ઝાનિયાની મહિલાનો સમાવેશ થાય છે.

કરોડોની કિંમતનું ડ્રગ : મુંબઈ NCB ના જણાવ્યા અનુસાર આ ઓપરેશન તહેવારોની સિઝનમાં ડ્રગ્સની હેરાફેરી પર અંકુશ લાવવાના પ્રયાસોનો એક હિસ્સો હતો. હાલ તહેવારોમાં કોકેઈન જેવી હાઈ એન્ડ પાર્ટી ડ્રગ્સની માંગ વધી રહી છે, ત્યારે આવા સમયે મુંબઈ NCB દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રોના માધ્યમથી જાણવા મળ્યું હતું કે, ભારતમાં કોકેઈનની દાણચોરી માટે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ સક્રિય છે. આ આંતરરાષ્ટ્રીય ગેંગનું નેટવર્ક મુંબઈ, દિલ્હી, બેંગલોર અને ગોવા સહિતના અનેક શહેરોમાં ફેલાયેલું છે.

આંતરરાષ્ટ્રીય ગેંગની સંડોવણી : એક સત્તાવાર રિલીઝમાંથી મળતી માહિતી અનુસાર તપાસ એજન્સીને આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે સંકળાયેલા ઝામ્બિયન નાગરિક ગિલમોર અંગે બાતમી મળી હતી કે, તે મુંબઈમાં રહેવા માટે એક હોટલ ખાતે પહોંચવાનો હતો. બાતમીના આધારે મુંબઈની એક હોટલમાં દેખરેખ વધારવા માટે NCB મુંબઈના અધિકારીઓની ટીમ તાત્કાલિક નિયુક્ત કરવામાં આવી હતી. 9 નવેમ્બરના રોજ એલ.એ. ગિલમોર નામનો પ્રવાસી હોટેલમાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

કોકેઈનનો કાળો કારોબાર : ત્યારબાદ મુંબઈ NCB એ એલ.એ. ગિલમોરને અટકાવી તેની તપાસ કરી હતી. શરૂઆતમાં તેના સામાનમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નહોતી. પરંતુ કેરી બેગની કડક તપાસ કરતા બેગના એક ભાગમાંથી બે પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટ ખોલવામાં આવતાં તેમાં કુલ 2 કિલો કોકેઈન મળી આવ્યું હતું. આરોપી ગિલમોર 9 નવેમ્બરના રોજ ફ્લાઇટ દ્વારા મુંબઈ આવ્યો હતો અને ડ્રગ્સના કન્સાઈનમેન્ટ માટે ઝામ્બિયાના લુસાકાથી ઇખિયોપિયાના અદીસ ગયો હતો.

મુંબઈ NCB નું સફળ ઓપરેશન : આરોપીની પૂછપરછ કરતા તેણે ડ્રગની હેરાફેરીમાં સામેલ કેટલાક વચેટિયાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે ગિલમોરને એક હેન્ડલર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગિલમોરને માલની ડિલિવરી માટે દિલ્હી આવવાની સૂચના આપવામાં આવી હતી. આ કેસની તપાસ માટે NCB-મુંબઈની ટીમ તાત્કાલિક દિલ્હી પહોંચી હતી. દિલ્હી ખાતે ડિલિવરીના નક્કી કરેલા વિસ્તારમાં ગુપ્ત દેખરેખ હાથ ધરવામાં આવી હતી અને છટકું ગોઠવવામાં આવ્યું હતું. આરોપી ગિલમોર પાસેથી જેને કન્સાઇનમેન્ટ મળવાની હતી તે એમ.આર ઓગસ્ટીનો નામની તંજારિયન મહિલાની અટકાયત કરવામાં આવી હતી. બાદમાં 11 નવેમ્બરે દિલ્હીમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત બંને આરોપીઓને વધુ પૂછપરછ માટે NCB-મુંબઈની કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

  1. Uttar Pradesh Crime : આગ્રામાં મહિલાનો તેના સહકર્મચારીઓ દ્વારા ગેંગરેપ, મહિલા સહિત પાંચની ધરપકડ
  2. Ahmedabad Crime News: અમદાવાદમાં ગેરકાયદેસર રહેતી યુગાન્ડાની મહિલા કોકેન વેચતી ઝડપાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.