- બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અંસારીનો મોકલાશે ઉત્તરપ્રદેશ
- સુપ્રીમ કોર્ટે ધારાસભ્ય મુખ્તાર અંસારીને ઉત્તરપ્રદેશ મોકલવા કર્યો આદેશ
- ધારાસભ્ય મુખ્તારને ઉત્તરપ્રદેશની બાંદા જેલમાં લઈ જવાશે
આ પણ વાંચોઃ પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં ગનનું બેરલ ફાટતા BSF જવાન શહીદ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના આદેશ પર બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અંસારીને પંજાબથી ઉત્તરપ્રદેશની બાંદા જેલમાં લઈ જવામાં આવશે. આ અંગે મુખ્તાર અંસારીના પરિવારે કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં તેમના જીવનેે જોખમ છે.
આ પણ વાંચોઃ ઉત્તરપ્રદેશમાં પૂરઝડપે આવતી શતાબ્દી બસ પલટી, 1 ડઝનથી વધારે લોકો ઈજાગ્રસ્ત
ઉત્તરપ્રદેશ જતા સમયે ગાડી પલટી જાય તો અમે શું કરી શકીએઃ સાંસદ અફઝલ અંસારી
મુખ્તાર અંસારીના મોટા ભાઈ અને ગાઝીપુરના સાંસદ અફઝલ અંસારીએ કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં મુખ્તારના જીવે જોખમ છે. જે રીતે મુખ્યપ્રધાનના સલાહકારે કહ્યું હતું કે અમે કારચાલકોને સારી ટ્રેનિંગ આપીએ છીએ. જોકે, પંજાબથી ઉત્તરપ્રદેશનો રસ્તો ઘણો લાંબો છે એટલે રસ્તામાં જો ગાડી પલટી જાય તો અમે શું કરી શકીએ.
સુપ્રીમ કોર્ટના આદેશનો સહારો લઈ આ કામ કરવામાં આવે છે
ગાઝીપુરના સાંસદ અફઝલ અંસારીએ આરોપ લગાવ્યો છે કે, જે રીતે કાનપુરના બિકરુ કાંડમાં મધ્યપ્રદેશથી એક આરોપીને લાવતા સમયે ગાડી પલટી ગઈ અને તેનું એન્કાઉન્ટર કરી દેવાયું હતું. એવું પહેલી વાર થઈ રહ્યું છે કે સુપ્રીમ કોર્ટના આદેશનો સહારો લઈ આ કામ કરવામાં આવે છે.