ETV Bharat / bharat

મુખ્તાર અંસારીને પંજાબ અને ઉત્તર પ્રદેશની કોર્ટમાં રજૂ કરાશે - મુખ્તાર અંસારી કોણ છે

ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારીને આજે એટલે કે સોમવારે પંજાબ અને ઉત્તર પ્રદેશની કોર્ટમાં વર્ચ્યુઅલી રજૂ કરવામાં આવશે. મુખ્તાર અંસારી વિરુદ્ધ અત્યાર સુધી કુલ 52 પોલીસ કેસ નોંધાયા છે.

મુખ્તાર અંસારીને પંજાબ અને ઉત્તર પ્રદેશની કોર્ટમાં રજૂ કરાશે

author img

By

Published : Apr 12, 2021, 12:34 PM IST

  • ગેંગસ્ટરમાંથી રાજકારણી બન્યા હતા મુખ્તાર અંસારી
  • ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં કુલ 52 પોલીસ કેસ નોંધાયા છે
  • 7 એપ્રિલના રોજ પંજાબથી ઉત્તર પ્રદેશની જેલમાં લાવવામાં આવ્યા હતા

લખનઉ: બહુજન સમાજ પાર્ટી (BSP)ના નેતા અને ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારીને સોમવારે પંજાબની મોહાલી કોર્ટ અને ઉત્તર પ્રદેશની લખનઉ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અંસારી હાલમાં બાંદા જેલમાં સજા ભોગવી રહ્યા છે. તેમને બન્ને કોર્ટમાં વર્ચ્યુઅલ માધ્યમથી રજૂ કરવામાં આવશે. મોહાલી કોર્ટમાં મુખ્તાર અંસારી વિરુદ્ધ નોંધાયેલી ખંડણીની ફરિયાદ અંગે સુનવણી હાથ ધરાશે. જ્યારે, લખનઉ કોર્ટમાં 21 વર્ષ જૂના જેલર અને ડેપ્યુટી જેલર પર થયેલા હુમલા અંગે સુનવણી હાથ ધરાશે.

આ પણ વાંચો: યુપી પોલીસ મુખ્તાર અંસારીને લઇને બાંદા જેલ પહોંચી

BSPમાંથી માઓ બેઠક પર જીત્યા હતા ચૂંટણી

માઓ વિધાનસભા ક્ષેત્રના BSPના ધારાસભ્ય મુખ્તાર અંસારી છેલ્લા 2 વર્ષથી પંજાબ જેલમાં સજા ભોગવી રહ્યા હતા. 7 એપ્રિલના રોજ તેમને ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા પંજાબથી ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં લાવવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, મુખ્તાર અંસારી વિરુદ્ધ ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં કુલ 52 પોલીસ કેસ નોંધાયેલા છે.

આ પણ વાંચો: મુખ્તાર અંસારી જે એમ્બ્યુલન્સથી મોહાલી કોર્ટ પહોંચ્યો હતો તે એક ઢાબા પર લાવારીસ હાલતમાં મળી

હાલમાં 24 કલાક મોનિટરિંગ હેઠળ

મુખ્તાર અંસારીના પત્ની દ્વારા ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં તેમના જીવને જોખમ હોવાથી સુપ્રિમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેના સંદર્ભે બાન્ડા જેલના સત્તાધીશોના જણાવ્યા પ્રમાણે, મુખ્તાર અંસારીને હાલમાં 24 કલાક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે. તેમના સેલમાં CCTV રાખવામાં આવ્યા છે. જેનુ 12 સ્ક્રિન પર સતત 24 કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.