ETV Bharat / bharat

યુપી પોલીસ મુખ્તાર અંસારીને લઇને બાંદા જેલ પહોંચી

ધારાસભ્ય મુખ્તાર અંસારીને આખરે લાંબા સમય સુધી ચાલેલી રસાકશી પછી અંતે પંજાબથી ઉત્તરપ્રદેશની બાંદા જેલમાં ખસેડવામાં આવ્યા છે. સઘન સુરક્ષા વચ્ચે, ઉત્તર પ્રદેશ પોલીસની ટીમ બુધવારે વહેલી સવારમાં મુખ્તાર અંસારી સાથે બાંદા પહોંચી હતી. બસપાના ધારાસભ્ય મુખ્તાર અન્સારી વર્ષ 2019થી પંજાબની રોપર જેલમાં બંધ હતા.

મુખ્તાર અંસારી
મુખ્તાર અંસારી
author img

By

Published : Apr 7, 2021, 8:15 AM IST

Updated : Apr 7, 2021, 1:23 PM IST

  • મુખ્તાર અંસારી સાથે ઉત્તરપ્રદેશ પોલીસ બાંદા પહોંચી
  • મુખ્તાર અંસારીને પંજાબની રોપર જેલમાંથી ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં ખસેડવામાં આવ્યો
  • સુપ્રીમ કોર્ટના આદેશથી તેમને બાંદા જેલમાં ખસેડવામાં આવ્યા

લખનઉ (ઉત્તર પ્રદેશ) : ધારાસભ્ય મુખ્તાર અંસારી સાથે ઉત્તરપ્રદેશ પોલીસ બાંદા પહોંચી છે. ઉત્તર પ્રદેશ પોલીસનો કાફલો બુધવારે વહેલી સવારે બાંદા પહોંચ્યો હતો અને લાંબી તકરાર બાદ આખરે બસપાના ધારાસભ્ય મુખ્તાર અંસારીને પંજાબની રોપર જેલમાંથી ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસની ટીમ મુખ્તાર અંસારી સાથે બુધવારે સવારે 4 વાગીને 34 મિનિટેે બાંદા પહોંચી

પોલીસની ટીમ કડક સુરક્ષા હેઠળ મુખ્તાર અંસારી સાથે બુધવારે સવારે 4 વાગીને 34 મિનિટેે બાંદા પહોંચી હતી. જેલની અંદર એક એમ્બ્યુલન્સ અને ગાડી ઘૂસી હતી. તબીબી તપાસ પછી મુખ્તાર અંસારીને જેલની અંદર લઈ જવામાં આવશે. ચાર ડોક્ટરોની ટીમ મુખ્તાર અંસારીની તપાસ કરશે.

આ પણ વાંચો : મુખ્તાર અંસારી જે એમ્બ્યુલન્સથી મોહાલી કોર્ટ પહોંચ્યો હતો તે એક ઢાબા પર લાવારીસ હાલતમાં મળી

બાંદા જેલના મુખ્ય દરવાજા પર અડધી રાત્રે CCTV કેમેરા લગાવવામાં આવ્યા

મુખ્તાર બાંદા પહોંચવાની પહેલા અડધી રાતે પોલીસ જેલની સુરક્ષાને મજબૂત બનાવવામાં વ્યસ્ત હતી. બાંદા જેલના મુખ્ય દરવાજા પર અડધી રાત્રે CCTV કેમેરા લગાવવામાં આવ્યા હતા. આ સાથે જ એક પ્લાટૂન PSC પણ જેલ પહોંચી. જેલની બહાર ભારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. મોડીરાત્રે જેલમાં 40 પોલીસકર્મીઓ તૈનાત કરાયા હતા. મુખ્તારની બૈરિકની દિવાલોમાં CCTV લગાવવાની માહિતી પણ મળી રહી છે.

આ પણ વાંચો : ઉત્તરપ્રદેશમાં મુખ્તાર અંસારીના જીવને જોખમઃ સાંસદ અફઝલ અંસારી

યોગી આદિત્યનાથના નિવાસસ્થાને નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય બેઠક મળી

મુખ્તાર અંસારીને બાંદા જેલમાં લાવવામાં આવે તે પહેલાં મંગળવારે રાત્રે લખનઉના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના નિવાસસ્થાને નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ (ગૃહ) અવનિશ અવસ્થી, DGP H.C. અવસ્થી અને તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : કૃષ્ણાનંદ રાય હત્યાકાંડ: મુખ્તાર અંસારી સહિત તમામ આરોપી છૂટી ગયા

મુખ્તાર અંસારી 2019થી પંજાબની રોપર જેલમાં બંધ હતા

બેઠકમાં મુખ્યપ્રધાને નિર્દેશ આપ્યો હતો કે, બાંદા જેલની અંદર મુખ્તાર અંસારીને કોઈ વધારાની સુવિધા મળવી ન જોઇએ. મુખ્તારને સામાન્ય કેદીની જેમ જેલમાં રાખવો જોઈએ. આ સમય દરમિયાન, યુપીના ઘણા જિલ્લાઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. બસપાના ધારાસભ્ય મુખ્તાર અંસારી 2019થી પંજાબની રોપર જેલમાં બંધ હતા. સુપ્રીમ કોર્ટના આદેશથી તેમને બાંદા જેલમાં ખસેડવામાં આવ્યા હતા.

Last Updated : Apr 7, 2021, 1:23 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.