ETV Bharat / bharat

Monsoon Session 2021 : મુખ્તાર અબ્બાસ નકવીને રાજ્યસભાના ઉપનેતા પદે નિયુક્ત કરાયા

author img

By

Published : Jul 19, 2021, 4:50 PM IST

મુખ્તાર અબ્બાસ નકવી (Mukhtar Abbas Naqvi) સસંદીય બાબતોના પ્રધાન પદે રહી ચૂક્યા છે. આ આગાઉ આ જવાબદારી પિયુષ ગોયલ પર હતી. જેમની રાજ્યસભાના નવા નેતા તરીકે નિમૂણક કરાઇ છે.

મુખ્તાર અબ્બાસ નકવી
મુખ્તાર અબ્બાસ નકવી
  • મુખ્તાર અબ્બાસ નકવીને રાજ્યસભાના ઉપનેતા તરીકે નિમણૂક કરાઇ
  • આ આગાઉ આ જવાબદારી પિયુષ ગોયલ પર હતી
  • મુખ્તાર અબ્બાસ નકવી રાજકીય પક્ષોના નેતાઓ સાથે સારા સંબંધો માટે પણ જાણીતા

નવી દિલ્હી : Monsoon Session ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીની રાજ્યસભાના ઉપનેતા તરીકે નિમણૂક કરી છે. ભાજપના વરિષ્ઠ નેતા નકવીની સંસદીય બાબતોમાં સારી પકડ છે. તેઓ વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સાથે સારા સંબંધો માટે પણ જાણીતા છે.

આ પમ વાંચો : Monsoon Session : લોકસભાની કાર્યવાહી 20 જુલાઇ સુધી સ્થગિત કરાઇ

મુખ્તાર અબ્બાસ નકવીને રાજ્યસભામાં ઉપનેતાની જવાબદારી સોંપાઇ

કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીને (Mukhtar Abbas Naqvi) રાજ્યસભામાં ઉપનેતાની જવાબદારી સોંપવામાં આવી છે. મુખ્તાર અબ્બાસ નકવીને સંસદીય રાજકારણનો લાંબો અનુભવ છે. તેમણે વડાપ્રધાન મોદીના પ્રથમ કાર્યકાળમાં સંસદીય બાબતોના પ્રધાન તરીકે પણ કામ કર્યું છે. તેથી જ તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યસભામાં પિયુષ ગોયલને ભાજપ પક્ષના નેતા બનાવામાં આવ્યા છે. જ્યારે ઉપનેતા પદે મુખ્તાર અબ્બાસ નકવીને સ્થાન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો : વિરોધ પક્ષની માનસિકતા મહિલા અને દલિત વિરોધી : વડાપ્રધાન મોદી

ચોમાસા સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા હોબાળો

રાજ્યસભામાં વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો.આ વચ્ચે વડાપ્રધાન મોદીએ નવા પ્રધાનોનો પરિચય કરાવ્યો હતો. ત્યારે વડાપ્રધાનો મોદીએ કહ્યું કે, વિપક્ષની માનસિકતા દલિત અને મહિલા વિરોધી છે.તેમણે વધુમાં કહ્યું કે, પહેલીવખત ગૃહમાં આવી માનસિકતા જોવા મળી છે. નવા પ્રધાનોને માન આપવું જોઈએ. આજે આ દ્રશ્ય જોઈને આખો દેશ નફરત કરશે. વિપક્ષનું આ વલણ યોગ્ય નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.