- મધ્યપ્રદેશમાં ત્રીજી લહેરની તૈયારીઓ
- બાળકો માટે તૈયાર થયું ખાસ કોવિડ સેન્ટર
- ખાસ સુવિધા સાથે આ કોવિડ સેન્ટર સજ્જ છે
સાગર: કોરોના વાયરસ પત્યેક ક્ષણે બદલાતા લક્ષણો વચ્ચે ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધારે પ્રભાવિત થવાની આશંકા વચ્ચે લોકનિર્માણ વિભાગ પ્રધાન ગોપાલ ભાર્ગવના દિકરા અભિષેક ભાર્ગવએ વિધાનસભા ક્ષેત્રમાં આવેલા ગઢ઼કોટામાં પ્રદેશનું પહેલું બાળ કોવિડ સેન્ટર તૈયાર કર્યું છે. જો કે તેઓ એવી પ્રાર્થના કરી રહ્યાં છે કે આ સેન્ટર ખાલી રહે.
ચાઇલ્ડ કોવિડ સેન્ટરમાં બાળકોની સારવાર સાથે મનોરંજનની વ્યવસ્થા
પ્રધાન ગોપાલ ભાર્ગવે પોતાના ગૃહનગર ગઢકોટા પ્રદેશમાં પહેલું ચાઇલ્ડ કોવિડ સેન્ટર તૈયાર કર્યું. જેમાં બાળકોને ઘર જેવું વાતાવરણ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. 10 પલંગની ક્ષમતા વાળા આ વોર્ડમાં પોષણક્ષમ આહાર અને દવાની સાથે બાળકો માટે ખાસ રમકડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ચાઇલ્ડ કોવિડ સેન્ટરમાં સારવારની વિશેષ વ્યવસ્થા
પ્રધાન ગોપાલ ભાર્ગવના દિકરાએ જણાવ્યું કે સમગ્ર જિલ્લામાં આ પ્રકારના સેન્ટર્સ તૈયાર કરવામાં આવશે. જેમાં ખાસ ડૉક્ટર સાથે તમામ વ્યવસ્થા જેવી કે ઑક્સિજન કંસ્ટ્રેટર, માસ્ક, દવાઓ અને બાળકોના ખાસ ડૉક્ટર અને ખાસ નર્સિંગ સ્ટાફ પણ હશે. જો કે તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે અમે પ્રાર્થના કરીશું કે કોઇ પણ બાળક બિમાર ન પડે. બાળકો તંદુરસ્ત રહે અને દરેક પરીવાર ખુશ રહે.