- આર્યન ખાન પર ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરનું નિવેદન
- સાધ્વી પ્રજ્ઞાએ શાહરૂખ ખાન પર આરોપ લગાવ્યો
- આ લોકો અહીં કમાઈ છે અને ત્યા(પાકિસ્તાન) રોકાણ કરે છે : પ્રજ્ઞા ઠાકુર
ભોપાલ,મધ્યપ્રદેશ : ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન (Aryan Khan Drugs Case)પર ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર(Sadhvi Pragya Singh Thakur)નું નિવેદન સામે આવ્યું છે. સાધ્વી પ્રજ્ઞાએ શાહરૂખ ખાન પર આરોપ લગાવતા કહ્યું કે, 'આ તે લોકો છે જે કહેતા હતા કે અમે સુરક્ષિત નથી'. આ લોકોએ હંમેશા પાકિસ્તાનને મદદ કરી છે. અહીં કમાઓ, ત્યાં રોકાણ કરો. આ લોકોએ ક્યારેય ભારતને મદદ કરી નથી. આવા લોકોની વાસ્તવિકતા બધાની સામે આવી રહી છે.
ધારાસભ્ય રમેશ મેંદોલાએ પણ પ્રશ્નો ઉઠાવ્યા
શાહરૂખનો પુત્ર આર્યન ડ્રગ્સના કેસમાં ફસાયો ત્યારથી સતત સામ સામે આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે. સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર પહેલા ઈન્દોરના ભાજપના ધારાસભ્ય રમેશ મેંદોલાએ પણ નિશાન સાધ્યું હતું. રમેશ મેન્ડોલાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, આર્યન ખાન કરતાં શાહરૂખ ખાન તેના(ડ્રગ્સ) માટે વધુ જવાબદાર છે. આવો કાયદો હોવો જોઈએ કે આર્યનને નહીં, પરંતુ શાહરુખને સજા થવી જોઈએ.
ક્રુઝ પર દરોડામાં આર્યન પકડાયો હતો
દરિયામાં ક્રૂઝમાં ચાલી રહેલી રેવ પાર્ટી (Cruise Rave Party) પર NCB એ દરોડામાં પાડ્યા હતા, જેમાં ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મોડેલ મુનમુન ધામેચા સહિત 11 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. NCBએ દાવો કર્યો છે કે, તેમની પાસેથી અનેક પ્રકારના ડ્રગ્સ મળી આવ્યું છે. આ હાઇ પ્રોફાઇલ ડ્રગ્સ રેકેટમાં પકડાયેલી મુનમુન ધામેચા મૂળ મધ્યપ્રદેશના સાગરની છે.
આ પણ વાંચો: