ETV Bharat / bharat

મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય, સાંસદ મોહન ડેલકર આત્મહત્યા કેસની SIT દ્વારા તપાસ કરાશે - investigated by SIT

સાંસદ મોહન ડેલકર સ્યૂસાઇડ નોટ મામલે મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. ગૃહ પ્રધાન અનિલ દેશમુખે એસેમ્બલીમાં જાહેરાત કરી હતી કે, SIT દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવશે. તેની જાહેરાત બાદ હવે આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે.

સાંસદ મોહન ડેલકર આત્મહત્યા કેસની SIT દ્વારા તપાસ કરાશે

author img

By

Published : Mar 10, 2021, 9:17 AM IST

Updated : Mar 10, 2021, 12:44 PM IST

  • SIT સાંસદ મોહન ડેલકર આત્મહત્યા કેસની તપાસ કરશે
  • SIT દ્વારા તપાસ અંગેની માહિતી દેશમુખે વિધાનસભામાં આપી હતી
  • હોટલના ઓરડામાંથી 6 પાનાની સ્યૂસાઇડ નોટ મળી હતી

મુંબઇ: કેન્દ્ર શાસિત દાદરા નગરહવેલીના સાંસદ મોહન ડેલકરની 22 ફેબ્રુઆરીએ શંકાસ્પદ રીતે મુંબઈની એક હોટલમાં આત્મહત્યા કરવામાં આવી હતી. સાંસદનો મૃતદેહ મરીન ડ્રાઇવ પરની એક હોટલના રૂમમાં પંખાથી લટકતો મળ્યો હતો. મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ, ડેલકરે આત્મહત્યા કરી હતી. હવે SIT (વિશેષ તપાસ એજન્સી) આ સમગ્ર મામલાની તપાસ કરશે.

આ પણ વાંચો: દાદરા નગરહવેલીના સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા મામલે CBI તપાસની માગ

ડેલકર આત્મહત્યા કેસની તપાસ SITને સોપાઇ

SIT સાંસદ મોહન ડેલકર આત્મહત્યા કેસની તપાસ કરશે. મહારાષ્ટ્ર સરકાર તપાસ માટે SIT બનાવશે, જેની માહિતી રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે વિધાનસભામાં આપી હતી. આ અગાઉ સાંસદના પુત્ર અભિનવ ડેલકરે કહ્યું હતું કે, તેના પિતાએ આત્મહત્યા કરી નથી, આ સ્લો-મર્ડર છે. સાંસદ ડેલકર 7 વખત સાંસદ બન્યા હતા. હોટલના ઓરડામાંથી 6 પાનાની એક સ્યૂસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં, 40 લોકોના નામ લખેલા છે.સ્યૂસાઇડ નોટમાં તેણે સ્થાનિક અમલદારો દ્વારા હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો: મોહન ડેલકર આત્મહત્યા કેસઃ કોંગ્રેસે ડેલકર સમર્થકોને રોડ પર ઉતરવા આહ્વાન કર્યું

Last Updated : Mar 10, 2021, 12:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.