ભિંડઃ મઘ્ય પ્રદેશના ભિંડમાંથી એક એવો વીડિયો સામે આવ્યો છે. જેમાં તૈયાર થતી રસોઈ જોઈને ચોંકી જવાય. અહીં કોઈ સામાન્ય રસોડું નહીં પણ કલ્પના ન થઈ શકે એવું રસોડું તૈયાર કરવામાં આવ્યું છે. અહીં ભક્તો માટે બનાવવામાં આવતો ભંડારા (JCB mixer machine make prasad)નો પ્રસાદ જોવા જેવો છે. જેસીબીની મદદથી દાળને ટ્રેકટરમાં ઠલવવામાં આવી રહી છે. આ સાથે સિમેન્ટ મિક્સર મશીનનો ઉપયોગ પ્રસાદ તૈયાર કરવામાં થઈ રહ્યો છે. ભિંડ જિલ્લાના (cement-concrete mixer machine Prasad) ડંડરૌઆ ધામમાં ભક્તો માટે ભંડારા કરવામાં આવી રહ્યા છે. લગભગ 400 ક્વિન્ટલ લોટ ઉપરાંત ગોળના માલપુઆ અને કેટલાય ક્વિન્ટલ બટાકાનું શાક બનાવવામાં આવી રહ્યું છે.
રૂફિંગ મિક્સરમાં લોટઃ આ જમવાનું બનાવવા માટે જેસીબી મશીન અને રૂફિંગ મિક્સર મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ મિક્સર મશીનમાં લોટ નાંખી રહ્યો છે. ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. નોંધપાત્ર રીતે, આ સમયે પ્રખ્યાત ડંડરૌઆ ધામ, જે ડૉક્ટર વાલે હનુમાન જી તરીકે ઓળખાય છે. આ સમયે ત્યાં હનુમાન કથા ચાલી રહી છે. કથા માટે પ્રખ્યાત બાગેશ્વર ધામના કથાકાર ધીરેન્દ્રકુમાર શાસ્ત્રી પધાર્યા છે. જેના કારણે દરરોજ મોટી સંખ્યામાં ભીડ ઉમટી રહી છે અને તેમના માટે દરરોજ પ્રસાદી તૈયાર કરવામાં આવે છે. પ્રસાદ માટે શાકભાજી બનાવવા માટે મેન પાવરને બદલે મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
મશીનમાં પ્રસાદઃ જેસીબી અને રૂફિંગ મિક્સર મશીન વડે શાકભાજી બનાવવામાં આવી રહી છે. પ્રસાદ બનાવવા માટે વિશાળ વાસણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીંના તૈયા (શાકભાજી બનાવવાનું પાત્ર) રાજ્યનું સૌથી મોટું વાસણ છે અને તેમાં પ્રસાદી માટે શાક તૈયાર કરવામાં આવી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી શેર થઈ રહ્યો છે.