મધ્યપ્રદેશ: બરવાની જિલ્લાના અંજદ પોલીસ સ્ટેશન હેઠળના લોહારામાં નર્મદા નદી પર એક મોટો અકસ્માત થયો હતો. નદીમાં સ્નાન કરતી વખતે તબલીગી જમાતના 4 યુવકો નર્મદા નદીમાં ડૂબી ગયા હતા. તરવૈયાઓની ટીમે 2 મૃતદેહ બહાર કાઢ્યા છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ એસપી કુંદન મંડલોઈ, ટીઆઈ બલદેવ સિંહ સહિત પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
આ પણ વાંચો: Mahisagar news : સુજલામ સુફલામ કેનાલમાં બે યુવકો ડૂબ્યા એક સલામત મળ્યો, બીજો...
દર્શન કરવા આવ્યા હતા 11 યુવકો: મળતી માહિતી મુજબ આ ઘટના અંજદ પોલીસ સ્ટેશન વિસ્તારની લોહારા નર્મદા નદી પર બની હતી. ધાર જિલ્લાના મિર્ઝાપુરના 11 યુવકો નર્મદા નદીના દર્શન કરવા અને સ્નાન કરવા ગયા હતા. ન્હાવા જતા ચાર યુવાનો નર્મદા નદીમાં ડૂબી ગયા. માહિતી મળતાં જ પોલીસ-પ્રશાસન, SDRF અને તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બે યુવકો મોહમ્મદ ઈફાયતુલ્લાહ અને જુનૈદના મૃતદેહ બહાર કાઢ્યા છે. અસરાર અને મોહમ્મદ ઝુબેરની શોધ ચાલી રહી છે. પોલીસે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે અંજદ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.
આ પણ વાંચો: તળાવમાં ન્હાવા પડેલા વિદ્યાર્થીઓ ડૂબ્યા,શિક્ષક બચાવવા જતા એ પણ ખતમ
1ને બચાવવામાં અન્ય 3 લોકો ડૂબ્યા: સામે આવેલી માહિતી પ્રમાણે તબલીગી જમાતના કાર્યક્રમ માટે ધાર જિલ્લાના મિર્ઝાપુરથી આવેલા કેટલાક યુવકો બોટની મદદથી નર્મદા નદી પાર અંજદ લોહારા ઘાટ પહોંચ્યા હતા. તબલીગી જમાતના 11 યુવાનો ઘાટ પર સ્નાન કરવા લાગ્યા. આ દરમિયાન એક યુવક ડૂબવા લાગ્યો હતો, જેને બચાવવા અન્ય 3 યુવકો પણ કૂદી પડ્યા હતા અને ત્રણેય પણ ડૂબી ગયા હતા. માહિતી મળતા જ પોલીસ અને તરવૈયાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ડૂબી ગયેલા યુવકોને બચાવવા રેસ્ક્યુ શરૂ કર્યું હતું. તરવૈયાઓએ 2 યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા, જ્યારે બાકીના 2ની શોધખોળ ચાલુ છે.