ઋષિકેશ (ઉત્તરાખંડ): ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે વરસાદના કારણે ત્યાના સ્થાનિકોને સમસ્યા આવી રહી છે. ત્યારે ઋષિકેશમાં રામ ઝુલા પુલ પર તૂટી પડવાનો ભય ત્યાંના લોકોમાં જોવા મળી રહ્યો છે. રામ ઝુલા પુલ નીચે ભૂસ્ખલન થઈ રહ્યું છે. જેના કારણે પુલ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. આ ખતરાને જોતાં પોલીસ પ્રશાસને રામ ઝુલા પુલ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દીધો છે.
"પ્રવાસીઓની સુરક્ષા પ્રશાસનની પ્રથમ પ્રાથમિકતા છે. ભારે વરસાદને કારણે રામ ઝુલા પુલની નીચેના પગથિયાં ધોવાઈ ગયા છે. PWDની એક ટીમને તપાસ માટે રામ ઝુલા મોકલવામાં આવી છે. ઈજનેરોની ટીમ ઈન્સ્પેક્શન કર્યા બાદ જે રિપોર્ટ આપશે તેના આધારે રામ ઝુલા પુલ પરની હિલચાલ અંગે નિર્ણય લેવામાં આવશે"-- દેવેન્દ્ર સિંહ નેગી (નરેન્દ્ર નગરના SDM)
વાહનવ્યવહાર થંભી ગયોઃ આજે સવારે જ્યારે ઋષિકેશના લોકોએ જોયું કે પુલ નીચે ભૂસ્ખલન થઈ ગયો છે. ત્યારે લોકોના રોષના કારણે વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વહીવટીતંત્રે સાવચેતીના ભાગરૂપે રામ ઝુલા પુલ પર અવરજવર પર પ્રતિબંધ લગાવી દીધો છે. બ્રિજ પર આવવું-જવું ગમે ત્યારે જીવ માટે જોખમી બની શકે છે. બ્રિજના બંને છેડે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેથી આ પુલ પરથી કોઈ અવર-જવર ન કરી શકે અને કોઈ દુર્ઘટના ના બને.
30 મીટર સુધી ધોવાણ: પુલની નીચે 30 મીટર સુધી ધોવાણ થયું છે. ગંગાનું જળસ્તર હજુ પણ વધી રહ્યું છે. જેના કારણે ધોવાણ સતત વધી રહ્યું છે. મુનીકીરેતી અને સ્વર્ગાશ્રમ-લક્ષ્મણ ઝુલાને જોડવા માટે હવે જાનકી સેતુ એકમાત્ર વિકલ્પ બચ્યો છે. અગાઉ, સેફ્ટી ઓડિટ રિપોર્ટ બાદ તારીખ 13 જુલાઈ 2019ના રોજ લક્ષ્મણ ઝુલા બ્રિજને અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.