ETV Bharat / bharat

માત્ર 5 વર્ષની ઉંમરે કેવી રીતે બની આ દિકરી માતા, આજે પણ તે રહસ્ય જ રહ્યું

વિશ્વ આજે મધર્સ ડે 2022ની (Mothers Day 2022) ઉજવણી કરી રહ્યું છે. આ દરમિયાન, એક એવી દિકરીની વાત કરશું કે જેમણે માત્ર 5 વર્ષની ઉંમરમાં એક બાળકને જન્મ આપ્યો હતો. આપને જણાવી દઈએ કે, આ દિકરી વિશ્વમાં સૌથી નાની વયે માતા બની (youngest mother in the world) હતી. તો ચાલો જાણી અજાણી વાતોમાં જાણીએ તેમની આ કહાણી...

Happy mothers Day viral girl lina medina became mother after giving birth child only age five story still mysterious

author img

By

Published : May 7, 2022, 7:01 PM IST

હૈદરાબાદ : આજે સમગ્ર વિશ્વમાં મધર્સ ડેની (Mothers Day 2022) ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે આજે જાણી અજાણી વાતોમાં અમે તમને એક એવી છોકરીની કહાણીથી પરિચિત કરાવી રહ્યા છીએ, જે વિશ્વમાં સૌથી નાની ઉંમરે માતા બની (youngest mother in the world) હતી. પેરુની રાજધાનીમાં રહેતી લીના મદીના નામની આ બાળકીએ માત્ર 5 વર્ષ 7 મહિનાની ઉંમરે એક સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો (viral girl lina medina ) હતો. આ ઘટના હજૂ પણ મેડિકલ જગત માટે એક કોયડો છે, કારણ કે તે આટલી નાની ઉંમરમાં કેવી રીતે માતા બની તે આજ સુધી બહાર આવ્યું નથી. પરિવારનું માનવું હતું કે, ગાંઠના કારણે પેટ વધી રહ્યું છે.

લીના મદીનાનો જન્મ : લીના જ્યારે પાંચ વર્ષની હતી, ત્યારે તેના પેટનું કદ અચાનક વધવા લાગ્યું હતું. લીનાના માતા-પિતાએ વિચાર્યું કે, ગાંઠને કારણે પેટ વધી રહ્યું છે. જો કે, ટીક્રાપો એક ગ્રામીણ અને પછાત વિસ્તાર હતો અને તેમાં હોસ્પિટલની સુવિધા નહોતી. આ કારણે પરિવાર ગામના જ એક ભુવા પાસે બતાવતા રહ્યો હતો, જેના કારણે લીનાના ગર્ભમાં ઉછરી રહેલું બાળક સતત મોટું થતું રહ્યું હતું.

માત્ર 5 વર્ષની ઉંમરે આ દિકરી માતા બની
માત્ર 5 વર્ષની ઉંમરે આ દિકરી માતા બની

આ પણ વાંચો : જંગલમાં પણ ‘મધર્સ ડે’, સિંહબાળને નદી પાર કરાવતી સિંહણની મમતા...

વળગાડથી મુક્ત થવા અપનાવ્યા નુશ્કા : વળગાડથી મુક્ત થવાના નુષ્કા અને જૂના ઉપચારો બાદ પણ કામ ન થયું, ત્યારે લીનાને શહેરમાં લઈ જવામાં આવી અને ડૉક્ટરને બતાવવામાં આવી. આ બાદ, ડૉક્ટરએ લીનાની તપાસ કરી, ત્યારે તેમને ગર્ભાવસ્થાની શંકા થઈ અને લીનાને નજીકની શહેરની હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ રીતે તપાસ બાદ લીના ગર્ભવતી હોવાનું સ્પષ્ટ થયું હતું.

લીનાએ પુત્રને જન્મ આપ્યો : નાની ઉંમરના કારણે બાળકના જન્મ સમયે તેનો જીવ જોખમમાં હતો. એટલા માટે ડોક્ટરોની ટીમે તેને લગભગ એક મહિના સુધી હોસ્પિટલમાં રાખી અને તેની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી હતી. આખરે, લીનાએ 14 મે, 1939 ના રોજ ઓપરેશન દ્વારા પુત્રને જન્મ આપ્યો. આ સમય સુધીમાં લીનાના સમાચારે પેરુ સહિત સમગ્ર વિશ્વના મીડિયાને આવરી લીધું હતું.

ત્રણ વર્ષની ઉંમરે પીરિયડ્સ : મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લીનાને માત્ર ત્રણ વર્ષની ઉંમરે જ પીરિયડ્સ (From how many years do periods come) આવવાનું શરૂ થઈ ગયું હતું. તે જ સમયે, પાંચ વર્ષની ઉંમર સુધીમાં તો તેમનું ગર્ભ બાળકને જન્મ આપવા યોગ્ય થઈ ગયું હતું. ડોક્ટરોએ બાળકના જન્મ સમયે લીનાનું ઓપરેશન કર્યું, ત્યારે તેમને એ પણ જાણવા મળ્યું કે, પ્રજનન અંગો સંપૂર્ણ રીતે વિકસિત છે.

માત્ર 5 વર્ષની ઉંમરે આ દિકરી માતા બની
માત્ર 5 વર્ષની ઉંમરે આ દિકરી માતા બની

આ પણ વાંચો : શું છે MOU, કઈ રીતે કરવામાં આવે છે તેમાં કામ ? આ માહિતી બસ એક ક્લિક દૂર...

બાળકનું નામ ડૉક્ટરના નામ પરથી રાખવામાં આવ્યું : જન્મ સમયે બાળકનું વજન 2.7 કિલો હતું અને સર્જરી કરનાર ડૉક્ટરના નામ પરથી તેનું નામ 'ઝોરાર્ડો' રાખવામાં આવ્યું હતું. ઝોરાર્ડોનો ઉછેર લીનાના ભાઈ તરીકે થયો હતો, જ્યારે ઝોરાર્ડો 10 વર્ષનો થયો, ત્યારે તેણે જાણ્યું કે લીના તેની બહેન નહીં, પરંતુ તેની માતા છે. વર્ષ 1970માં લીનાના લગ્ન રાઉલ જુરાડો નામના યુવક સાથે થયા હતા અને આ રીતે લીના 1972માં બીજા પુત્રની માતા બની હતી. જો કે, વર્ષ 1979 માં તેમના પ્રથમ પુત્ર, ઝોરાર્ડો 40 વર્ષની વયે એક રોગને કારણે મૃત્યુ પામ્યા હતા.

લીનાના પિતાની દુષ્કર્મની શંકાના આધારે ધરપકડ : લીનાના કિસ્સામાં, સૌથી મોટો પ્રશ્ન એ હતો કે, તે આખરે માતા કેવી રીતે બની. લીના પોતે પણ આ વિશે કશું જાણતી ન હતી. આ કારણે પોલીસની શંકા પહેલા લીનાના પિતા પર ગઈ કે, તેણે લીનાનું યૌન શોષણ તો કર્યું નથી ને, પરંતુ મેડિકલ તપાસમાં તે વાત ખોટી નીકળી. પેરુવિયન મીડિયામાં પ્રસિદ્ધ થયેલા એક રિપોર્ટમાં, લીના પર રેપ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. વાસ્તવમાં, લીના જ્યાં રહેતી હતી તે ગામની આસપાસના ઘણા ગામોમાં દર વર્ષે એક વાર પરંપરાગત તહેવાર ઉજવવામાં આવતો હતો. આ તહેવાર દરમિયાન યુવક-યુવતીઓ વચ્ચે સામૂહિક રીતે જાતીય સંબંધો બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન, ઘણી છોકરીઓ પર દુષ્કર્મ પણ થયું હતું. તેથી જ એવું માનવામાં આવતું હતું કે, લીના પર પણ દુષ્કર્મ થયું હતું. જો કે લીનાની ઉંમરને કારણે આ મુદ્દે પણ શંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ રીતે લીનાના માતા બનવાનું રહસ્ય કાયમ માટે રહસ્ય જ રહ્યું...

આ પણ વાંચો : IPO શું છે, તે કેવી રીતે કામ કરે છે અને તેનો હેતુ શું છે ?, જાણવા માત્ર એક ક્લિક...

ફિલ્મની ઓફર ફગાવી, કોઈને ઇન્ટરવ્યુ પણ ન આપ્યો : માત્ર સાડા 5 વર્ષની ઉંમરે લીનાનું માતા બનવું એ એક ચોંકાવનારી ઘટના હતી. આ કારણે દુનિયાભરના ઘણા મીડિયાએ લીનાનો ઇન્ટરવ્યુ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ લીનાએ આજ સુધી કોઈનો ઇન્ટરવ્યૂ આપ્યો નથી. લીના જ્યારે માતા બની, ત્યારે તેના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. સારવારનો ખર્ચ પણ હોસ્પિટલે જ ઉઠાવ્યો હતો. પેરુના અખબાર 'લા ક્રોનિકા'ના સમાચાર અનુસાર, એક અમેરિકન ફિલ્મ કંપનીએ લીનાના પરિવારને 5 હજાર ડોલરની ઓફર કરી હતી. કારણ કે, કંપની લીનાના જીવન પર ફિલ્મ બનાવવા માંગતી હતી, પરંતુ પરિવારે આ ઓફર ઠુકરાવી દીધી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 84 વર્ષની લીના હવે તેના પતિ સાથે પેરુની રાજધાની લિમાના એક વિસ્તારમાં રહે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.