- માતાએ પોતાના બીજા બાળકને વેચ્યું
- 5000 રુપિયામાં બાળકનો સોદો કરીને આપી દીધું
- બાદમાં થોડા દિવસમાં જ બાળક પરત માગ્યું
વિજયાપુરા: વિજયાપુરા જિલ્લા હોસ્પિટલની એક નર્સ દ્વારા એક પ્રસૂતા મહિલાએ પોતાના નવજાત બાળકને વેચી દીધું હતું. પરંતુ હવે તે ફરી હોસ્પિટલમાં આવી હતી પોતાના બાળકને પરત કરવાની માગણી કરી હતી. જોકે જે નર્સની મદદથી તેણે આ કામ કર્યું હતું તેણે બાળક પરત કરવાનો ઇનકાર કરતાં મહિલાએ પોલિસ ફરિયાદ નોંધાવી હતી.
19 ઓગસ્ટે બાળકને આપ્યો હતો જન્મ
થીકોટા ગામની રહેવાસી મહિલાએ 19 ઓગસ્ટે વિજયાપુરા જિલ્લા હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. આ તેનું બીજું બાળક હતું. સૂત્રોના જણાવ્યાં અનુસાર મહિલાએ પોતાનું બાળક એટલા માટે વેચવાનું નક્કી કર્યું હતું કેમ કેે તે બીજા બાળકની સંભાળ રાખવામાં અસમર્થ છે. કસ્તૂરી નામની એક નર્સ તેની સાથે મિત્રતા હતી. જેની મારફતે તેણે 26 ઓગસ્ટે બાળકને 5000 રૂપિયામાં વેચી દીધું હતું.
બાળક પરત લેવા આવતાં નર્સે કર્યો ઇનકાર
થોડા દિવસો બાદ મહિલા પોતાના બાળકને પાછું લેવા માટે હોસ્પિટલ આવી હતી. જોકે નર્સ કસ્તૂરીએ બાળકને પરત આપવાની ના પાડી દીધી. જેને પગલે મહિલાએ 12 સપ્ટેમ્બરે મહિલા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો.
નર્સ વિરુદ્ધ 3 કેસ છેઃ વિજયાપુરા ડીસી
નર્સ સામે કુલ ત્રણ કેસ દાખલ કરવામાં આવ્યા છે અને તેને નોકરીમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવી છે. વધુ તપાસ ચાલી રહી છે તેમ વિજયાપુરાના ડીસી સુનીલકુમારે જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ 6 લાખ રુપિયામાં નવજાત બાળક વેચવા નિકળેલી 4 મહિલાઓ ઝડપાઈ
આ પણ વાંચોઃ કાલોલમાં નવજાત બાળક વેચવાના મામલામાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી