બેંગલુરુ બેંગલુરુમાં માતાએ તેની બાળકની હત્યા (Mother Killed Daughter In Bangalore) કરી હોવાની વધુ એક વિચિત્ર ઘટના સામે આવી છે. 23 વર્ષીય મહિલાએ કથિત રીતે તેની 3.5 વર્ષની પુત્રીની હત્યા કરી અને પછી માતાએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો લખતર નેશનલ હાઈવે પર અકસ્માતમાં છત્તીસગઢના ત્રણ યુવકોના મોત
માતાએ પુત્રીની કરી હત્યા ગાયત્રીદેવી, તેમના પતિ નરેન્દ્રન એકમાત્ર સંતાન સાથે ભાડાના મકાનમાં રહેતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર નરેન્દ્રન સોમવારે સવારે 4.30 વાગ્યે ઘરે પરત ફર્યા ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી. તેણે દરવાજો ખખડાવ્યો પણ કોઈ જવાબ ન મળ્યો, પછી તેણે બારીમાંથી અંદર જોયું તો ગાયત્રી પંખાથી લટકતી જોવા મળી. તેણે તરત જ દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો અને ખોલ્યો. તેણે જોયું કે, ગાયત્રી જીવિત છે. તેઓને બાથટબની બાજુમાં પુત્રી પણ બેભાન હાલતમાં પડેલી જોવા મળી હતી. તેનો ચહેરો અને છાતી પાણીમાં તરબોળ થઈ ગઈ હતી અને બંનેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તબીબોએ બાળકને મૃત જાહેર કર્યું હતું.
આ પણ વાંચો માતા બની પુત્રના મોતનું કારણ, તેણીએ પણ જીવનલિલા સંકેલી
માતાએ પણ આત્મહત્યાનો કર્યો પ્રયાસ હાલમાં ગાયત્રી દેવીઆઈ સીયુમાં છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ડોક્ટરોની મંજૂરી મળ્યા બાદ તેમના નિવેદન લેવામાં આવશે. પોલીસને ગાયત્રીની ડેથ નોટ મળી આવી છે. મુશ્કેલીઓનો સામનો કરવાની મારામાં તાકાત નથી. જો હું મરી જઈશ, તો બાળકની સંભાળ રાખનાર કોઈ નથી. તેથી જ હું બાળકની હત્યા કરી રહ્યી છું અને આત્મહત્યા કરી રહ્યીછું. મારા મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી." ટિપ્પણી. નરેન્દ્રની માતાએ 20 દિવસ પહેલા કથિત રીતે આત્મહત્યા કરી હતી અને તેના પિતા બીમાર હતા. જેથી તે શનિવારે તેના પિતાને મળવા વતન ગયો હતો. તેઓ ગઈકાલે સવારે 4.30 વાગ્યે વતનથી પરત ફર્યા હતા.