બેંગલુરુ: બેંગલુરુ ટ્રાફિક પોલીસની સમયસૂચતાએ વિખૂટા પડી ગયેલા માતા પુત્રીનું મિલન કરાવ્યું છે. તારીખ 24 ઓગસ્ટના રોજ, બેંગલુરુના લગેરેમાં (Bangaluru CMIT Junction) રહેતી મહિલા, તેની પુત્રી સાથે બસમાં હેબબાલાથી તુમાકુરુ (Bangaluru city Bus terminal) આવતી વખતે સીએમટીઆઈ જંક્શન નજીક તેના સામાન સાથે નીચે ઉતરી હતી. પરંતુ ઉતાવળના કારણે તેણીએ પુત્રીને બસમાં બેસી રહી અને માતા જંક્શન પર ઊતરી ગઈ હતી. આ સ્ટોપ પર ભારે ભીડ હોવાને કારણે બાળકી એની માતાથી વિખુટી પડી ગઈ હતી. આ બસમાં 12 વર્ષની (Bangaluru Traffic police ) દીકરી માટે આ જ રૂટ પર આવતી બીજી કોઈ બસ ન હતી.
આ પણ વાંચોઃ વડોદરાના સયાજીપુરામાં ઢોરવાડા તોડી પડાયાં, કાર્યવાહીમાં શું થયું જૂઓ
પોલીસ મદદે આવીઃ બાદમાં યશવંતપુરા ટ્રાફિક સ્ટેશનની પોલીસ તેની મદદ માટે આવી હતી. માતાએ પોલીસ પાસે જઈને તેની દીકરીને બસમાં જ છે એવું કહ્યું. માતાએ જણાવ્યું કે બસ રવાના થઈ ગઈ છે. પરંતુ, મહિલા પાસે બસનો નંબર અને બસના રૂટ સહિતની કોઈ માહિતી નથી. ત્યારબાદ પોલીસે વાયરલેસ દ્વારા આ માહિતી કંટ્રોલરૂમાં આપી અને બાળકી માટે તપાસ શરૂ કરી દીધી હતી. SII રાજશેખર, કોન્સ્ટેબલ મંજન્ના, ચંદ્રશેખર અને શિવકુમાર, જેમણે તરત જ બે ટીમમાં ઓપરેશન શરૂ કર્યું. બસમાં ગુમ થયેલી છોકરીને શોધી કાઢી અને તેને માતા સાથે પુનઃમિલન કરાવ્યું હતું. વરિષ્ઠ અધિકારીઓ અને જનતાએ પોલીસ ટીમની કામગીરીની પ્રશંસા કરી હતી.