- રાજસ્થાનના પાલી જિલ્લામાં મોટા પ્રમાણમાં મોરના મોત
- નિષ્ણાતોએ તપાસ બાદ રાનીખેત બીમારીને ગણાવી જવાબદાર
- મોરના મોત રોકવા પાણી સાથે અપાશે રસી
પાલીઃ જિલ્લાના રોહટ પેટાવિભાગના વિવિધ ગામોમાં છેલ્લા એક મહિનાથી રાષ્ટ્રીય પક્ષી મોરના મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. પશુચિકિત્સા વિભાગ દ્વારા અનેક વખત આ મોરના મૃતદેહોના નમૂનાઓ પણ ભોપાલ મોકલવામાં આવ્યાં હતાં પરંતુ ત્યાં પણ તેમના મોતની સ્થિતિની પુષ્ટિ થઈ શકી નથી. સતત થઈ રહેલાં મોતના કારણે વહીવટીતંત્રે સોમવારે નિષ્ણાતોની ટીમો બોલાવી હતી. આ નિષ્ણાતોની તપાસ બાદ મોરના મોત પાછળ રાનીખેત નામનો રોગ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. પશુચિકિત્સકોએ તેની પુષ્ટિ કરી છે. તેઓએ મોરના મોતે રોકવા માટે રસીકરણને એક સાધન તરીકે જણાવી છે.
આ પણ વાંચોઃ ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનથી મ્યુકોરમાઇક્રોસીસનો રોગ વધ્યો કે નહીં તે બાબતે ટાસ્ક ફોર્સની રચના કરાઈ
મોરના મોત પાછળના કારણો અને વન્યપ્રાણી પ્રેમીઓમાં વધી રહેલા આક્રોશને ધ્યાનમાં રાખીને પશુપાલન વિભાગના જોઇન્ટ ડાયરેક્ટર ડૉક્ટર ચક્રવર્તી ગૌતમે મરઘાં તાલીમના વરિષ્ઠ પશુ ચિકિત્સક ડો. આલોક ખરેને રોહટ બોલાવ્યાં હતાં. ડૉ. ખરેએ મોર વિશે માહિતી એકત્રિત કરી હતી અને મોરના મૃતદેહોની પણ તપાસ કરી હતી. તેમણે કહ્યું કે આ મોર રાનીખેત રોગને કારણે મરી રહ્યા છે. આ દિવસોમાં રાજ્યમાં વાયરસ ખૂબ જ સક્રિય છે જે પક્ષીઓને ઝપટમાં લઇ રહ્યો છે. અજમેરમાં વાયરસને કારણે મોટી સંખ્યામાં મરઘીઓનાં મોત નીપજ્યાં છે. આ પછી તેણે પોતાના ખર્ચે 1000 મોર માટે અસોટા વેક્સિન પણ લગાવી છે. ખરેએ જણાવ્યું હતું કે આ રસી પીવાના પાણી સાથે મોરને આપવામાં આવશે. આ માટે રોહત વિસ્તારના સાંવલતા ખુર્દના ભાકરીવાલા ગામમાં પીવાના પાણીના પાત્રો જુદા જુદા સ્થળોએ રાખવામાં આવશે.
શું છે રાનીખેત બીમારી
રાનીખેત બીમારી (Virulent Newcastle disease (VN) એક વિષાણુજન્ય રોગ છે. જે ઘરેલુ પક્ષીઓ અને અનેક જંગલી પ્રજાતિઓને અસર કરે છે. આ બીમારી થયાં બાદ બેત્રણ દિવસમાં જ પક્ષી કમજોર બની જાય છે અને મોતને ભેટે છે. આ રોગે સૌપહેલાં ઉત્તરાખંડના રાનીખેતમાં દેખા દીધી હતી તેથી તેનું નામ પણ રાનીખેત રોગ રાખવામાં આવ્યું છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ રોગમાં મોર્ટાલિટી રેટ વધુ હોય છે.
આ પણ વાંચોઃ કોરોનાના કારણે માતાપિતા ગુમાવનારા બાળકોને આણંદની સંસ્થા વિનામૂલ્યે શિક્ષણ આપશે