મુંબઈ (મહારાષ્ટ્ર): મહાનગર સુરતમાં મહારાષ્ટ્રના (Maharashtra Political Crisis) બે ધારાસભ્યો યોગેશ કદમ અને ગીતા જૈન સુરત પહોંચ્યા હતા. જ્યાંથી એક બેઠક બાદ તેઓ ગુવાહાટી (Eknath Shinde Reached Guwahati) જવા માટે રવાના થયા હતા. સોમવાર રાતથી શિવસેનાના ધારાસભ્યો એકાએક સુરત આવી પહોંચતા ઉદ્ધવ ઠાકરેની સરકાર હાલકડોલક થવા લાગી છે. બળવાખોર નેતા એકનાથ શિંદેએ જે હોટેલમાં રોકાણ કર્યા હતું ત્યાં આ બે ધારાસભ્યોએ બેઠક યોજી હતી. એ પછી ગુવાહાટી જવા માટે રવાના થયા છે.
આ પણ વાંચોઃ શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખે સુરત પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ
રાજકીય હંગામોઃ મંગળવારે સાંજ સુધી રાજકીય હંગામો યથાવત રહ્યો હતો. ઉદ્ધવ ઠાકરના નજીકના મનાતા મિલિન્દ નાર્વેકરે સુરત આવીને એકનાથ શિંદે સહિત અન્ય ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. ત્યાર બાદ તેઓ સુરતથી આસામના ગુવાહાટી જવા માટે રવાના થયા હતા. આ માહોલ વચ્ચે વાવડ એવા મળ્યા છે કે, મુંબઈથી વધુ બે ધારાસભ્યો (Maharashtra MLA At Surat) સુરત પહોંચ્યા હતા. આ માહોલ વચ્ચે મહારાષ્ટ્રના પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ યુદ્ધના ધોરણે કેબિનેટની બેઠક બોલાવી હતી.
આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે આપી શકે છે રાજીનામુ, કોરોના પોઝિટિવ આવ્યા બાદ કરાઈ વર્ચુઅલ બેઠક
અઘાડી સરકાર પર રાજકીય આફતઃ છેલ્લા ત્રણ દિવસથી મહારાષ્ટ્રની અઘાડી સરકાર પર રાજકીય આફત તોળાતી હોય એવા એંધાણ દેખાઈ રહ્યા છે. જેમાં હવે અઘાડી સરકાર વિધાનસભા ભંગ કરવા માટેની રજૂઆત કરી શકે છે. આવા સંકેત શિવસેનાના જ સાંસદ સંજય રાઉતે આપ્યા છે. કર્ણાટક અને મધ્યપ્રદેશમાં રાતોરાત સરકાર બનાવ્યા બાદ ભાજપનો પ્લાન મહારાષ્ટ્રમાં કમળ ખિલવવાનો હોય એવું આ ચિત્ર પરથી સ્પષ્ટ થાય છે. જોકે, મહારાષ્ટ્રમાં આ પ્રકારની ઉથલપાથલ થઈ હોય એવો પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ ત્રણ વખત આ પ્રકારની ઉથલપાથલ જોવા મળેલી છે.