ભટિંડા: પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસમાં (Moosewala Murder Case) પંજાબ પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં છે. પોલીસે અનેક ધરપકડો કરી છે. પોલીસ મૂસેવાલાના હત્યારાઓની ધરપકડના સંદર્ભમાં પંજાબ સહિત અન્ય રાજ્યોમાં દરોડા પાડી રહી છે. આ દરમિયાન મોટી સફળતા મળી છે. પોલીસે ભટિંડાના યુવક કેશવની ધરપકડ કરી (Sharp shooter keshav arrested) છે. પોલીસનો દાવો છે કે, તે શાર્પ શૂટર છે. કેશવ સંદીપ ઉર્ફે કેકડાનો સાથી હોવાનું કહેવાય છે, જેની તાજેતરમાં સિરસામાંથી ધરપકડ કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, કેશવ અને કેકડા રેકી કરવા માટે સિદ્ધુ મુસેવાલાના ગામમાં ગયા હતા.
આ પણ વાંચો: દિલ્હી પોલીસનો મોટો ખુલાસો, લૉરેન્સ બિશ્નોઈ છે સિદ્ધુ મુસેવાલા હત્યા કેસનો માસ્ટરમાઈન્ડ
કેશવને પરિવારે ઘરમાંથી કાઢી મૂક્યો હતો: કેશવની વૃદ્ધ માતા અને બહેનની હાલત ખરાબ છે. તે કહે છે કે, તેને કેશવ સાથે કોઈ લેવાદેવા નથી. તેણે કહ્યું કે, કેશવને લગભગ બે મહિના પહેલા જ પરિવારે ઘરમાંથી કાઢી મૂક્યો હતો. છતા પણ પોલીસ તેમને વારંવાર હેરાન કરી રહી છે. પરિવારનું કહેવું છે કે, જો કેશવ આ કેસમાં દોષી હોય તો સરકાર અને પોલીસે તેની સામે કાર્યવાહી કરવી જોઈએ. તેઓએ કહ્યું, 'જો કેશવ દોષિત હોય તો તેને ગોળી મારી દો, પણ અમને પરેશાન કરશો નહીં'.