- સાસંદ ચોમાસું સત્રનો(Parliament Monsoon Session 2021) આજે બીજો દિવસ
- બેઠકમાં પેગાસસ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી
- મોનસૂન સત્ર 13 ઓગસ્ટ સુધી ચાલશે
નવી દિલ્હી: સાસંદ ચોમાસું સત્રનો(Parliament Monsoon Session 2021) આજે બીજો દિવસ છે.ત્યારે બીજા દિવસે પણ પેગાસસ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. મોનસૂન સત્ર 13 ઓગસ્ટ સુધી ચાલશે.
PM મોદીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન
ભાજપ સંસદીય પાર્ટીની બેઠક પૂર્ણ થઇ છે, ત્યારે આ બેઠકને સંબોધતા PM મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. PM જણાવ્યું કે, પેગાસસ જાસૂસી કૌભાંડના બહાને, વિપક્ષો કોરોના અને રસીકરણ અંગેની ચર્ચાથી દૂર ભાગાઈ રહ્યો છે. પીએમએ કહ્યું કે, કોરોનાનો મુદ્દો રાજકારણ નથી, તે માનવતાનો મુદ્દો છે.
આ પણ વાંચો: સંસદનું ચોમાસું સત્ર આજથી શરૂ, PM Modiએ સંસદ ભવન પહોંચી કહ્યું ગૃહ સાર્થક ચર્ચા માટે સમર્પિત હોય
કોંગ્રેસને લક્ષ્યમાં લઇને વડાપ્રધાને જણાવ્યું
કોંગ્રેસને લક્ષ્યમાં લઇને વડાપ્રધાને જણાવ્યું કે, મહામારી દરમિયાન લોકોના ભૂખને લીધે લોકોના મૃત્યુ થતા હતા, પરંતુ ભાજપ સરકારે આવું થવા દીધું ન હતું. વડા પ્રધાને એમ પણ કહ્યું હતું કે - કોંગ્રેસનું પ્રભુત્વ બધી જગ્યાએ નષ્ટ થઇ રહ્યું છે ત્યારે તેમને પોતાની નહિ ભાજપની ચિંતા છે.
ગૃહમાં પ્રધાન પરિષદના નવા સભ્યોનીનો પરિચય કરાવતા વિરોધીનો હોબાળો
સોમવારે ગૃહમાં લોકસભાના પ્રધાન પરિષદના નવા સભ્યોનીનો પરિચય કરાવતા વિરોધી પક્ષે હોબાળો મચાવ્યો હતો, જેના કારણે કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ સાથે, ઘણા વિપક્ષી નેતાઓએ આજે 'પેગાસસ પ્રોજેક્ટ' મીડિયા રિપોર્ટ પર નોટિસ ફટકારી છે.
આ પણ વાંચો: ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો બીજો દિવસ, આ બિલો થશે રજૂ
વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ
સોમવારના રોજ સંસદના ચોમાસું સત્રના પહેલા દિવસે વિપક્ષો દ્વારા હોબાળો માચાવવામાં આવ્યો હતો. ત્યારે વિપક્ષી પાર્ટીઓએ ઇંધણના ભાવ, ખેડૂતો આંદોલન, પેગાસસ જાસૂસી સહિતના મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો આ હોબાળો વચ્ચે બંને ગૃહો સ્થગીત કરવામાં આવ્યા હતા. આ પૂર્વે પણ વડાપ્રધાન મોદીએ રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી.
- Pegasus case: પેગાસસ પર શાહે આપ્યો વળતો જવાબ, સંસદમાં અવરોધ ઉભુ કરવાનાં દાવપેચ...ઘટનાક્રમ સમજો
- Monsoon Session 2021 : મુખ્તાર અબ્બાસ નકવીને રાજ્યસભાના ઉપનેતા પદે નિયુક્ત કરાયા
- Monsoon session શરૂ થાય તે પહેલા મુખ્યપ્રધાને ગુજરાતના સાંસદોને લખ્યો લેટર
- Monsoon Session : લોકસભાની કાર્યવાહી 20 જુલાઇ સુધી સ્થગિત કરાઇ
- Monsoon Session: સંસદના ચોમાસુ સત્ર પહેલા તમામ પક્ષની બેઠક