ETV Bharat / bharat

હવે દેશની રાજધાનીમાં નોંધાયો મંકીપોક્સનો વધુ એક કેસ - મંકીપોક્સનો ચોથો દર્દી

રવિવારે દિલ્હીમાં મંકીપોક્સનો પહેલો કેસ સામે આવ્યો (Monkeypox case in delhi) છે. પશ્ચિમ દિલ્હીમાં રહેતા 32 વર્ષીય વ્યક્તિમાં મંકીપોક્સની પુષ્ટિ થઈ છે.પીડિતને દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં ડોક્ટરોની દેખરેખ હેઠળ દાખલ કરવામાં આવ્યો છે.

હવે દેશની રાજધાનીમાં નોંધાયો મંકીપોક્સનો વધુ એક કેસ

author img

By

Published : Jul 24, 2022, 7:31 PM IST

નવી દિલ્હીઃ દિલ્હીમાં રવિવારે મંકીપોક્સનો પહેલો કેસ સામે આવ્યો (Monkeypox case in delhi) છે. પશ્ચિમ દિલ્હીમાં રહેતા 32 વર્ષીય વ્યક્તિમાં મંકીપોક્સની પુષ્ટિ થઈ છે. આ વ્યક્તિનો વિદેશ જવાનો કોઈ ઈતિહાસ નથી. હાલમાં જ આ દર્દી ઉનાળાના વેકેશન માટે (monkeypox delhi case) હિમાચલ પ્રદેશના કુલુ મનાલી ગયો હતો. પીડિતને દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં ડોક્ટરોની દેખરેખ હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં મંકીપોક્સના કુલ 4 કેસ નોંધાયા છે. ત્રણ કેસ કેરળના છે.

આ પણ વાંચો: WHOએ મંકીપોક્સને વૈશ્વિક આરોગ્ય કટોકટી કરી જાહેર

દિલ્હી સરકાર સતર્ક : દિલ્હીમાં પણ મંકીપોક્સના મામલા સામે આવ્યા બાદ દિલ્હી સરકાર સતર્ક (monkeypox In India) થઈ ગઈ છે. સરકાર દ્વારા અગમચેતીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દિલ્હી સરકાર દ્વારા લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલને નોડલ સેન્ટર બનાવવામાં આવ્યું (monkeypox Case In India) છે. આ અંગે લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ.સુરેશ કુમારનું કહેવું છે કે, મંકીપોક્સને ધ્યાનમાં રાખીને છ બેડનો આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે. અહીં કામ કરતા ડોકટરો, નર્સો અને સ્ટાફને મંકીપોક્સ અંગે તાલીમ આપવામાં આવી રહી છે. પ્રથમ દર્દીને આઇસોલેશન સેન્ટરમાં રાખવામાં આવશે. જ્યાં આવા દર્દીઓની તપાસ અને સારવાર ભારત સરકાર અને WHOની માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવશે. આ માટે આજે 20 ડોક્ટરો, નર્સો અને મેડિકલ સ્ટાફને તાલીમ આપવામાં આવી છે.

નિવારક પગલાં: ડો.સુરેશ કુમાર સમજાવે છે કે, મંકીપોક્સ રોગ એકબીજાથી ફેલાય છે. આ રોગથી પોતાને બચાવવા માટે, તમારે માસ્કનો ઉપયોગ કરવો પડશે. જેમાં N-95 માસ્ક ખૂબ અસરકારક છે. આ સાથે મંકીપોક્સની સારવાર દરમિયાન પીપી કીટ પહેરવી જરૂરી છે, જે રીતે કોવિડ -19 માં પીપી કીટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ટ્રાન્સજેન્ડરે યુવક બની યુવતી સાથે ફેસબુક પર કરી વાતો અને..

લક્ષણોને અવગણશો નહીં: ડૉક્ટર્સ કહે છે કે, જે કોઈ ચેપગ્રસ્ત અથવા શંકાસ્પદ દર્દી છે, તેની ત્વચાના નમૂના તપાસ માટે પુણે મોકલવામાં આવે છે. મંકીપોક્સના લક્ષણોમાં સમાવેશ થાય છે કે જો કોઈ વ્યક્તિ આંતરરાષ્ટ્રીય દેશોમાં ગયો હોય જ્યાં મંકીપોક્સના કેસ હોય, વ્યક્તિની ત્વચા પર નિશાન હોય, તાવ હોય, આંખો લાલ હોય, સાંધામાં દુખાવો હોય, તો વ્યક્તિએ તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. 14 જુલાઈએ ભારતમાં મંકીપોક્સનો પહેલો કેસ સામે આવ્યો હતો. WHO અનુસાર, મંકીપોક્સ 63 દેશોમાં ફેલાયો છે, તેમજ સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં 9000 થી વધુ કેસ સામે આવ્યા છે, જેમાં ત્રણ દર્દીઓના મૃત્યુની પુષ્ટિ થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.