ETV Bharat / bharat

મોહન ભાગવતનું ભાષાંતરિત ઉર્દૂ પુસ્તક 'મુસ્તકબિલ કા ભારત' નું વિમોચન થયું

author img

By

Published : Apr 6, 2021, 11:37 AM IST

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અધ્યક્ષ મોહન ભાગવતનું પુસ્તક 'ભવિષ્યનું ભારત'નું ઉર્દૂ અનુવાદ 'મુસ્તકબીલ કા ભારત' નું સોમવારે વિમોચન કરવામાં આવ્યું હતું. આ તકે ડૉ. કૃષ્ણ ગોપાલે કહ્યું હતું કે, RSSને દૂરથી જોવું અને બીજા લોકોએ જે કહ્યું છે તેના પર વિશ્વાસ કરીને તમારા મનમાં ઘણા પ્રશ્નો ઉભા કરવાને બદલે સીધા સંવાદમાં શામેલ થવું તે વધું સારું છે.

મોહન ભાગવતનું ભાષાંતરિત ઉર્દૂ પુસ્તક 'મુસ્તકબિલ કા ભારત' નું વિમોચન થયું
મોહન ભાગવતનું ભાષાંતરિત ઉર્દૂ પુસ્તક 'મુસ્તકબિલ કા ભારત' નું વિમોચન થયું
  • દેશમાં એવા ઘણા લોકો સંગઠન વિશે જાણવા માંગે છે: ડૉ. કૃષ્ણ ગોપાલ
  • કાર્યક્રમ હિન્દી સહિત અન્ય ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે
  • કૃષ્ણ ગોપાલે કહ્યું, અમે આવા મુસ્લિમ ભાઈઓને આમંત્રણ આપીએ છીએ

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અધ્યક્ષ મોહન ભાગવતનું પુસ્તક 'ભવિષ્યનું ભારત' નું ઉર્દૂ અનુવાદ 'મુસ્તકબીલ કા ભારત' ના વિમોચન કરતા સોમવારે સંઘના સરકાર્યવાહ ડૉ. કૃષ્ણ ગોપાલે કહ્યું હતું કે, દેશમાં એવા ઘણા લોકો છે કે જેઓ આપણા સંગઠન વિશે જાણવા માંગે છે અને આપણને લઈને ઘણા ભ્રમ પણ છે. આથી, તેને દૂર કરવાની અમારી જવાબદારી પણ છે.

આ પણ વાંચો: એવા કાર્યકરો તૈયાર કરો જે સામાજિક પડકારોનો સામનો કરવા માટે સક્ષમ હોય : ભાગવત

પુસ્તકનું ઉર્દૂ અનુવાદ પણ લોકોને ઉપલબ્ધ થશે

તેમણે કહ્યું હતું કે, દેશમાં એવા ઘણા લોકો છે જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે જાણવા માંગે છે. જેના માટે RSS અધ્યક્ષ મોહન ભાગવતે પણ વર્ષ 2018માં દિલ્હીમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેનો કાર્યક્રમ પહેલાથી જ હિન્દી સહિતની ઘણી ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે અને હવે તેનું ઉર્દૂ અનુવાદ પણ લોકોને ઉપલબ્ધ થશે.

RSSના ઉદ્દેશ્યથી પરિચિત થવાનો પ્રયાસ

તેમણે વધુમાં કહ્યું હતું કે, કાર્યક્રમમાં હાજર મુસ્લિમ ભાઈઓ અને ઉર્દૂ નિષ્ણાતો RSSના વિચાર અને ઉદ્દેશ્યથી સારી રીતે પરિચિત થવાનો પ્રયાસ કરી શકે છે. અમે જાણીએ છીએ કે, RSS લગભગ 95 વર્ષથી દેશમાં કાર્યરત છે. આ વિશે લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે છે. આ બાબતે, કેટલીક વાર શંકાઓ પણ ઉદભવે છે. તેથી તે જરૂરી છે કે તેમના મનમાં ઉદ્ભવતા શંકાઓનું સમાધાન થઈ શકે. ડૉ. કૃષ્ણ ગોપાલે કહ્યું કે, લોકોના મનમાં જે સવાલ આવે છે તેનો જવાબ હોવો જોઈએ. કોઈ પણ નાગરિકના મનમાં કોઈ શંકા ન રહે, તે અમારો પ્રયાસ છે અને આ દૃષ્ટિકોણથી મુસ્લિમ બહુસંખ્યક અને ઉર્દૂ નિષ્ણાતો માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ભારતને બદનામ કરવા માટે લિંચિંગનો ઉપયોગ ના કરો: ભાગવત

RSSને દૂરથી જોઈને વિશ્વાસ ન કરવો

સંઘના સરકાર્યવાહ, ડૉ. કૃષ્ણ ગોપાલે કહ્યું હતું કે, RSSને દૂરથી જોવું અને બીજા લોકોએ જે કહ્યું છે તેના પર વિશ્વાસ કરીને તમારા મનમાં ઘણા પ્રશ્નો ઉભા કરવાને બદલે સીધા સંવાદમાં શામેલ થવું તે વધું સારું છે. તેમણે કહ્યું હતું કે, અમે આવા મુસ્લિમ ભાઈઓને આમંત્રણ આપીએ છીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.