ETV Bharat / bharat

Rahul Gandhi In Amethi: PM અને CM પર કર્યો પ્રહાર, બોલ્યા- મોદી અને યોગી ધ્યાન ભટકાવવાનું કામ કરે છે

અમેઠીમાં રાહુલે (Rahul Gandhi In Amethi) કહ્યું કે, "બેરોજગારી અને મોંઘવારી (unemployment and inflation in india)ના પ્રશ્નનો જવાબ ન તો CM આપે છે અને ન તો PM આપે છે. નાના વેપારીઓ રોજગારી આપે છે, પરંતુ વડાપ્રધાને તેમના પર પ્રહારો શરૂ કરી દીધા છે. પહેલો હુમલો નોટબંધી (demonetization in india), બીજો હુમલો GST અને ત્રીજો હુમલો કોરોના સમયગાળામાં કોઈ મદદ ના કરી."

Rahul Gandhi In Amethi: PM અને CM પર કર્યો પ્રહાર, બોલ્યા- મોદી અને યોગી ધ્યાન ભટકાવવાનું કામ કરે છે
Rahul Gandhi In Amethi: PM અને CM પર કર્યો પ્રહાર, બોલ્યા- મોદી અને યોગી ધ્યાન ભટકાવવાનું કામ કરે છે
author img

By

Published : Dec 18, 2021, 5:50 PM IST

અમેઠી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે અમેઠીમાં 'ભાજપ હટાઓ, મોંઘવારી ભગાવો' પદયાત્રા (Rahul Gandhi's padyatra in Amethi )માં ભાગ લીધો હતો. કોંગ્રેસના જનજાગૃતિ અભિયાન હેઠળ (congress janjagruti abhiyan in up) અમેઠીના જગદીશપુરના રામલીલા મેદાનથી હરિમઊ સુધી લગભગ 6 કિલોમીટરની પદયાત્રા (rahul gandhi foot march in amethi) કાઢવામાં આવી હતી. અમેઠીમાં રાહુલ ગાંધી (Rahul Gandhi In Amethi)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાજકીય તીર ચલાવતા કહ્યું કે, નરેન્દ્ર મોદીએ સત્તામાં આવતાની સાથે જ 3 હુમલા કર્યા છે. જેમાં ખોટો GST, નોટબંધી (demonetization in india) અને કોરોનામાં કોઈને મદદ ન કરવી શામેલ છે.

અમેઠીના લોકોનો માન્યો આભાર

રાહુલ ગાંધીએ કહ્યું કે, "થોડા દિવસ પહેલા પ્રિયંકા આવી હતી. તેમણે મને કહ્યું કે, લખનૌ જવું છે. અમે તેમને કહ્યું કે, સૌથી પહેલા આપણે આપણા ઘર અમેઠી જઇશું. આજે તમે મારી વાત સાંભળવા અહીં આવ્યા તે માટે તમારો ઘણો-ઘણો આભાર. તમે મારા પરિવારના છો." તેમણે કહ્યું કે, "2004માં હું રાજકારણમાં આવ્યો. પહેલી ચૂંટણી અમેઠીમાં લડી. તમે લોકોએ મને ઘણું બધુ શીખવ્યું."

દેશની સામે મોંઘવારી અને બેરોજગારી સૌથી મોટા પ્રશ્નો

તેમણે જણાવ્યું કે, "આજની સ્થિતિ તમને દેખાઈ રહી છે. દેશની સામે 2 સૌથી મોટા પ્રશ્ન છે. બેરોજગારી અને મોંઘવારી (unemployment and inflation in india). આ પ્રશ્નોનો જવાબ ન તો ચીફ મિનિસ્ટર આપે છે અને ન તો વડાપ્રધાન." રાહુલ ગાંધીએ કહ્યું કે, "ક્યારેક મોદી ગંગામાં સ્નાન (narendra modi ganga snan) કરશે, ક્યારેક કેદારનાથ જશે અને ક્યારેક હાઈવે પર વિમાન લેન્ડ કરશે. નરેન્દ્ર મોદી અને યોગી ધ્યાન ભટકાવવાનું કામ કરે છે. આજે લદ્દાખમાં ચીની સેના (chinese army in ladakh)એ ભારતની 1000 કિલોમીટર જમીન છીનવી લીધી છે, પરંતુ PM મૌન છે."

મોદીએ સત્તામાં આવતા જ મધ્યમ સ્તરના વપારીઓ પર 3 હુમલા કર્યા

તેમણે કહ્યું કે, "મધ્યમ સ્તરના વેપારી રોજગાર આપે છે. નરેન્દ્ર મોદીએ સત્તામાં આવતાની સાથે જ તેમના પર આક્રમણ શરૂ કરી દીધા. પહેલો હુમલો નોટબંધીના રૂપમાં કરવામાં આવ્યો હતો, બીજો હુમલો ખોટો GST અને ત્રીજો હુમલો કોરોના સમયે કોઈ મદદ ન કરીને કરવામાં આવ્યો. નરેન્દ્ર મોદીએ રોજગાર આપનારા મધ્યમ વર્ગના ઉદ્યોગપતિઓની આખી વ્યવસ્થા ખોરવી નાખી."

3-4 મૂડીવાદીઓના નામે કરી દીધી આખી સિસ્ટમ

રાહુલ ગાંધીએ કહ્યું કે, "આખી સિસ્ટમ 2-3 મૂડીવાદીઓના નામે કરી દેવામાં આવી છે. નરેન્દ્ર મોદી 3 કાળા કાયદા (three agriculture laws in india) લાવ્યા. પહેલા તેમણે કહ્યું કે, આ 3 કાયદા ખેડૂતોના હિત માટે બનાવવામાં આવ્યા છે. એક વર્ષ પસાર થવાનું છે, ભારતના તમામ ખેડૂતો એક સાથે ઊભા છે. રાજ્યભરના ખેડૂતોએ ધરણા પ્રદર્શન કર્યું હતું. એક વર્ષ પછી વડાપ્રધાન કહે છે કે મારાથી ભૂલ થઈ છે."

શહીદ થયેલા ખેડૂતોના પરિવારને મદદ ન કરી

તેમણે વધુમાં કહ્યું કે, "અમે સંસદમાં પૂછ્યું કે જે ખેડૂતો શહીદ થયા, શું તેમને વળતર મળ્યું? તો જવાબ છે કે, કોઈ ખેડૂત મૃત્યુ પામ્યો નથી. મેં તેમને 400 ખેડૂતોની યાદી આપી. તેમને મદદ કરવા કહ્યું, પરંતુ તેમણે મદદ ન કરી." આ સંબોધન બાદ રાહુલ ગાંધી હારીમઉ જવા રવાના થયા હતા. પદયાત્રામાં રાહુલ પ્રિયંકા ઉપરાંત અન્ય નેતાઓ પણ જોડાયા હતા.

આ પણ વાંચો: PM Modi Shahjahanpur Visit: PM મોદી કહ્યું-ગંગા એક્સપ્રેસ-વે ઉત્તર પ્રદેશની પ્રગતિના નવા દ્વાર ખોલશે

આ પણ વાંચો: How to improve CIBIL score: જો તમે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો પહેલા CIBIL સ્કોર ફિક્સ કરો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.