મેરઠઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે મેરઠમાં મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદના (Great hockey player Major Dhyanchand) નામ પર સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ (PM will lay foundation stone of Sports University) કરશે. આ દરમિયાન તેઓ જનસભાને પણ સંબોધિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે.
કમિશનર સુરેન્દ્ર સિંહે જણાવ્યું
સરથાણા વિસ્તારમાં જ્યાં સલવા ગામમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનવાની છે, ત્યાં લગભગ 1.25 લાખ લોકો માટે પંડાલ બનાવવામાં આવ્યો છે. કમિશનર સુરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, સ્પોર્ટ્સ યુનિવર્સિટીના શિલાન્યાસ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી 16 હજાર ખેલાડીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે વાતચીત કરશે અને તે જ સમયે 32 ખેલાડીઓને પણ મળશે.
કાર્યક્રમમાં મહાનુભવ ઉપસ્થિત રહેશે
કમિશનર સુરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્ર સરકારમાં પ્રધાન વીકે સિંહ, પ્રધાન સંજીવ બાલ્યાન, નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય ખાસ ઉપસ્થિત રહેશે. સાથે જ સ્થાનિક સાંસદો અને ધારાસભ્યો પણ હાજર રહેશે.
સ્પોર્ટ્સ યુનિવર્સિટી 36 હેક્ટર જમીન પર પ્રસ્તાવિત
કમિશનર સુરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, આ સ્પોર્ટ્સ યુનિવર્સિટી 36 હેક્ટર જમીન પર પ્રસ્તાવિત છે. રમતગમતને લગતી તમામ સુવિધાઓ અહીં હશે.
SSP મેરઠ પ્રભાકર ચૌધરીએ જણાવ્યું
SSP મેરઠ પ્રભાકર ચૌધરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ અને પોલીસને રૂટ ચાર્ટથી લઈને ભીડ વ્યવસ્થાપન સુધીના માર્ગદર્શિકા આપવામાં આવી ચુકી છે.
વિશાળ પાર્કિંગ લોટ બનાવવામાં આવ્યા
કોઈપણ રીતે લોકોને કોઈ અગવડતાનો સામનો ન કરવો પડે તેની ખાસ કાળજી રાખવામાં આવી છે. VVIP પાર્કિંગથી લઈને દરેકને અલગ-અલગ કેટેગરીમાં વહેંચીને કુલ 9 વિશાળ પાર્કિંગ લોટ બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો:
વડાપ્રધાન મોદીએ કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું