ETV Bharat / bharat

Employees Provident Fund: PF પર મળશે હવે 8.15 ટકા વ્યાજ, 6 કરોડ લોકોને ફાયદો, ઓગસ્ટથી ખાતામાં જમા થશે - PF પર વ્યાજ દર વધ્યો

દેશના 6 કરોડથી વધુ કર્મચારીઓને આ વર્ષે PF પર વધુ વ્યાજ મળશે. સરકારે PFમાં 0.05 ટકાનો વધારો કરતાં હવે 8.15 ટકાના દરે વ્યાજ મળશે. જે ઓગસ્ટથી PF ખાતામાં જમા થશે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 25, 2023, 8:32 AM IST

નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ તેના ખાતાધારકો માટે એક સારા સમાચાર આપ્યા છે. સરકારે સોમવારે એક આદેશ જારી કર્યો અને કહ્યું કે નાણાકીય વર્ષ 2022-23 માટે પીએફ ખાતાધારકોને ગયા વર્ષની સરખામણીમાં 0.05 ટકા વધુ વ્યાજ આપવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારે EPFOની ભલામણ પર પણ પોતાની મહોર લગાવી દીધી છે.

6 કરોડથી વધુ ખાતાધારકોને લાભ: સોમવારે જારી કરાયેલા એક સત્તાવાર આદેશમાં સરકારે તમામ પ્રાદેશિક કચેરીઓને નિર્દેશ આપ્યો છે કે વર્ષ 2022-23 માટે તમામ ખાતાધારકોને 8.15 ટકા વ્યાજ આપવામાં આવે. 6 કરોડથી વધુ ખાતાધારકોને આનો લાભ મળશે. નાણા મંત્રાલયે વ્યાજ દરોમાં વધારો કરવાની EPFO ​​ટ્રસ્ટીની ભલામણને સ્વીકાર્યા બાદ આ આદેશ જારી કરવામાં આવ્યો છે. આ વર્ષે માર્ચમાં જ EPFO ​​ટ્રસ્ટે વ્યાજ દરો વધારવાની ભલામણ કરી હતી. આ સૂચના જારી થયા બાદ તમામ પ્રાદેશિક કચેરીઓએ પણ વ્યાજ જમા કરાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

8.15 ટકાના દરે વ્યાજ ચુકવાશે: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ 28 માર્ચ 2023 ના રોજ 2022-23 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર 8.15 ટકાના દરે વ્યાજ ચૂકવવાનો નિર્ણય લીધો હતો. આ રીતે EPFOએ તેના છ કરોડથી વધુ સભ્યો માટે વ્યાજમાં નજીવો વધારો કર્યો છે, જે પહેલા 8.10 ટકા હતો. સોમવારે જારી કરાયેલા એક સત્તાવાર આદેશ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. હવે EPFOની પ્રાદેશિક કચેરીઓ ગ્રાહકોના ખાતામાં વ્યાજ ઉમેરશે.

ગયા વર્ષે વ્યાજમાં ઘટાડો: એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ માર્ચ 2022 માં પીએફ પરના વ્યાજ દરમાં સીધો 0.40 ટકાનો ઘટાડો કર્યો હતો. આ 4 દાયકામાં સૌથી ઓછું વ્યાજ હતું. નાણા મંત્રાલયે પીએફ ખાતા પર વ્યાજ 8.50 થી ઘટાડીને 8.10 ટકા કરી દીધું છે. જો કે હવે તેને ફરી વધારીને 8.15 ટકા કરવામાં આવ્યો છે. આ વર્ષે પીએફ ખાતામાં વ્યાજ ગત વર્ષ કરતા વધુ હશે.

(ભાષા)

  1. PF ખાતામાં વ્યાજ જમા કરવાની પ્રક્રિયા થઈ શરૂ, આ રીતે જાણો બેલેન્સ
  2. EPFOનું મોટું અપડેટ, નોમિનીએ યોગ્ય રીતે આ ફોર્મ ભરવું અને સબમિટ કરવું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.