- પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી માટે 4 તબક્કાનું મતદાન પૂર્ણ
- AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મોદી અને મમતા બેનરજી પર કર્યા આક્ષેપ
- મોદી અને મમતા બેનરજી મળીને લોકોને મૂર્ખ બનાવી રહ્યા છેઃ ઓવૈસી
આ પણ વાંચોઃ બર્ધમાનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, અડધી ચૂંટણીમાં દીદી બોલ્ડ
પશ્ચિમ બંગાળઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે 4 તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે રાજકીય પક્ષો એક બીજા પર આક્ષેપ કરતા થાકતા નથી. હવે AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન મમતા બેનરજી પર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું છે કે, આ બંને એક જ સિક્કાની બે બાજુ છે. મોદી અને મમતા ભાઈ બહેન છે, જે લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ ચૂંટણી પંચે મમતા બેનર્જી પછી રાહુલ સિન્હાના પ્રચાર પર પ્રતિબંધ મુક્યો
TMCએ 10 વર્ષમાં મુસ્લિમો માટે કરેલા કામની યાદી આપેઃ ઓવૈસી
આ સાથે જ AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, હું TMCને કહેવા માગું છું કે છેલ્લા 10 વર્ષમાં મુસ્લિમ સમાજ માટે કયા કામ કર્યા તેની યાદી આપે. મહત્વનું છે કે, 17 એપ્રિલે પશ્ચિમ બંગાળમાં 5મા અને 22 એપ્રિલે છઠ્ઠા તબક્કાનું મતદાન થશે. જ્યારે 2 મેના દિવસે મત ગણતરી થશે ત્યારે ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે બંગાળમાં કોણ રાજ કરશે.