નર્મદાપુરમ: મધ્ય પ્રદેશના નર્મદાપુરમ જિલ્લાના સિવની માલવા તાલુકામાં ગાય તસ્કરોને (Narmadapuram Cow Trafficking) માર મારવાનો બનાવ સામે આવ્યો છે. જેને લઈને ચકચાર મચી ગઈ છે. જેમાં એક યુવકને મારી (Narmadapuram Mob Lynching) નાખવામાં આવ્યો છે, એક ટ્રકમાં બે ડઝનથી વધુ ગાયોને નિર્દયતાથી (Barakhad village Madhya Pradesh) ભરીને લાવવામાં આવી રહી હતી. જેના સમાચાર સાંભળીને, ગુસ્સે ભરાયેલા લોકોએ ટ્રકને અટકાવીને ચાલકને (Illegally transporting cattle) પકડી લીધો હતો. પછી એક ગાયની તસ્કરી કરનારને માર માર્યો હતો. આ સમગ્ર મામલામાં બે વ્યક્તિને ઈજા થઈ છે.
આ પણ વાંચો: તળાવમાં ડૂબી જવાથી ત્રણ પિતરાઈ ભાઈ-બહેન સહિત પાંચના થયા મોત
સારવાર ચાલુઃ આ આખો મામલો સિવની માલવા તાલુકાના બારાખડ ગામનો છે, જ્યાં ગાયના તસ્કરોને રોકવા અને એક યુવક પર મારપીટ કરવામાં આવી હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. જે મહારાષ્ટ્રના અમરાવતીનો રહેવાસી હોવાનું કહેવાય છે. આ ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, જ્યારે DIG, SP, કલેક્ટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાનો તાગ મેળવ્યો હતો. FSLની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન SP ગુરકરણ સિંહે જણાવ્યું કે, "રાત્રે લગભગ સાડા બાર-એક વાગ્યાની આ ઘટના છે.
ટ્રકમાં ગાય: આ કેસમાં એક ટ્રક ગેરકાયદેસર રીતે ગાયોને લઈ જવામાં આવી રહી હતી. મહારાષ્ટ્રના અમરાવતીના આ લોકો હતા, જેમને 10 થી 12 લોકોએ ઢોરમાર માર્યો હતો. એ પૈકી બે વ્યક્તિઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે 2ની સારવાર ચાલી રહી છે.આ ઘટનામાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ ગેરકાયદેસર ગૌવંશનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. આ મામલે એમપી કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર સલુજાએ સરકારને ઘેરી હતી અને કહ્યું હતું કે, "મધ્યપ્રદેશના સિવની માલવાના બારખડ ગામમાં મોબ લિચિંગની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જે કોઈ વ્યક્તિએ ખોટું કર્યું છે. એને સજા આપવાનું કામ કાયદાનું છે. આમા તો આરોપીઓનું ભાજપ ક્નેક્શન સામે આવ્યું છે.
આ પણ વાંચો: દુષ્કર્મનો અજીબોગરીબ કિસ્સો, 27 વર્ષ બાદ DNA ટેસ્ટથી ઝડપાયો આરોપી
બચાવવાનો પ્રયાસ: આ કેસમાં આરોપીનું ભાજપ સાથેનું આરોપીઓનું ક્નેશન સામે આવ્યું છે. આ કેસમાં આરોપીને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ પહેલા મંગળવારે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના NH-12માં અજાણ્યા વાહનની ટક્કરથી ઘણી ગાયોના મૃત્યું નીપજ્યા હતા. પછી આ મામલે હંગામો થયો હતો. જે બાદ મહામંડલેશ્વર કોમ્પ્યુટર બાબા, આચાર્ય પ્રમોદ અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહે ટ્વિટ કરીને શિવરાજ સરકાર પાસે વહેલી તકે ગાય માતાઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરી હતી, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.