હૈદરાબાદ : મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન એકનાથ શિંદે સહિત અપક્ષ અને શિવસેનાના ધારાસભ્યો સુરતની લી મેરિડીયન ખાતે ધામા નાખ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, અગાઉ જ હોટેલના બધા જ રૂમ બુક કરી લેવામાં આવ્યા હતા અને હાલ એક પણ રૂમનું બુકિંગ કરવામાં આવી રહ્યું નથી. મહારાષ્ટ્ર સરકારના પ્રધાન સંજય રાઉતે આરોપ લગાવ્યો હતો કે, આ હોટેલનું બુકિંગ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : પાટીલ અને CM ભુપેન્દ્ર પટેલ વચ્ચે બેઠક, શિવસેનાના ધારાસભ્યો પાટીલને મળી શકે છે
રૂમ બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું : MLC ચૂંટણી બાદ શિવસેના અને અપક્ષના કુલ 35 જેટલા ધારાસભ્ય સુરતના લી મેરિડીયન ખાતે મોડી રાત્રે પહોચ્યાં હતા. ક્રોસ વોટિંગ કરી મહારાષ્ટ્ર સરકાર માટે સમસ્યા ઊભી કરનાર આ ધારાસભ્યો માટે તમામ સુવિધાઓ હોટેલમાં રાખવામાં આવી છે. આ હોટલના તમામ રૂમ્સ અગાઉથી જ બુક કરી દેવામાં આવ્યા હતા. સુરતની આ હોટલમાં આવ્યા બાદ તમામ ધારાસભ્યોના મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરવામાં આવ્યા છે. સુત્રો દ્વારા મળતી માહિતી દ્વારા એકનાથ શિંદે સહિત તમામ ધારાસભયો ગઈ રાત્રે (20 જૂન) ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલને મળી ચૂક્યા છે. આ સાથે ફરીથી તેમને મળવા ગાંધીનગર જઈ શકે છે, તેવી પણ અટકળો સામે આવી રહી છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રની સરકાર પાડવામાં સી. આર પાટીલનું જ ષડયંત્ર : સંજય રાઉત
પોલીસે બેરિકેટ લગાવ્યા આ 5 સ્ટાર હોટેલમાં ધારાસભ્યો આવ્યા બાદ રૂમ બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. હાલ, ડીસીપી કક્ષાના અધિકારીઓ હોટેલ પહોંચ્યાં હતા અને હોટેલથી 50 મીટર દૂર પોલીસે બેરિકેટ લગાવી દીધા છે. MLC ચૂંટણીના પરિણામો બાદ, મહારાષ્ટ્રમાં નવેસરથી રાજકીય સંકટ ઊભું થતું જણાય છે. શિવસેનાના નેતા એકનાથ શિંદેએ બળવાખોર વલણ અપનાવ્યું છે. શિંદેની સાથે શિવસેનાના 35 ધારાસભ્યો સુરતની એક હોટલમાં રોકાયા છે. સૂત્રોનું કહેવું છે કે, શિંદેના સમર્થનમાં 35 ધારાસભ્યો છે. રાજકીય ગલિયારામાં એવી પણ ચર્ચા છે કે, શિંદે શિવસેનાને તોડી શકે છે.